એપશહેર

PM મોદીએ જણાવ્યું પોતાની ફિટનેસનું રહસ્ય, સરગવાની સીંગના પરાઠા ખાઈને રહે છે ફિટ

પીએમ મોદીએ પોતાની ફિટનેસનું સિક્રેટ શેર કરતા સરગવાની સિંગના પરાઠા ખાતા હોવાનું જણાવ્યું.

I am Gujarat 24 Sep 2020, 3:02 pm
ફિટ ઈન્ડિયા મૂવમેન્ટને એક વર્ષ પૂરું થવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણા સેલેબ્રિટીઓ સાથે વાત કરી. ઓનલાઈન કોન્ફરન્સમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને પૈરાલિમ્પિયન દેવેન્દ્ર ઝાઝરિયા ઉપરાંત મોડલ, રનર અને એક્ટર મિલિંદ સોમન, ન્યૂટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકરે પણ ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદીએ ન્યૂટ્રિશનિસ્ટને પોતાની ફિટનેસની સીક્રેટ રેસિપી સરગવાની સીંગના પરાઠા વિશે પણ જણાવ્યું.
I am Gujarat modi 2


પીએમ મોદીએ ન્યૂટ્રિશનિસ્ટ રુજુતા દિવેકર સાથે ફિટ ઈન્ડિયા કેમ્પેઈન પર ચર્ચા કરી. આ દરમિયાન રુજુતાને જણાવ્યું કે, આપણે જે સામાન્ય ભોજન કરીએ છીએ, તેનું સેવન કરીને પણ ફિટ રહી શકીએ છીએ કારણ કે તેમાં તમામ જરૂરી પોષકતત્વ હોય છે. પીએમ મોદીએ ચર્ચા દરમિયાન જણાવ્યું કે, મારી પણ એક રેસિપી છે.

સરગવાની સીંગના પરાઠા ખાય છે મોદી
પીએમ મોદીએ જણાવ્યું કે, તેઓ ફિટ રહેવા માટે સરગવાની સીંગમાંથી પરાઠા બનાવીને ખાય છે. પીએમ મોદીએ જણાવ્યું કે, તેઓ અઠવાડિયામાં બે વખત તેને ખાય છે. તેમણે આગળ કહ્યું કે, પબ્લિક માટે જરૂર આ રેસિપીને આગળ મૂકશે.

હીરાબા પૂછે છે, હળદર ખાય છે કે નહીં
પીએમ મોદીએ ન્યૂટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકર સાથે વાતચીતમાં જણાવ્યું કે તેઓ કોરોના વાયરસના આ મુશ્કેલ સમયમાં પોતાની માતા સાથે અઠવાડિયામાં 2-3 વખત વાત કરવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું, જ્યારે પણ હું મારા માતાને ફોન કરું છું તેઓ પૂછે છે કે હળખર ખાય છે કે નહી.

શેફ સંજીવ કપૂરે કર્યો હતો ખુલાસો
2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત અરબ અમીરાતની મુસાફરીમાં ગયેલા શેફ સંજીવ કપૂરે ખુલાસો કર્યો હતો કે પીએમને સરગવાના પરાઠા પસંદ છે. પીએમ મોદીએ સંજીવ સાથે તેની રેસિપી પણ શેર કરી હતી. ફિટ ઈન્ડિયા ડાયલોગની આ પ્રેસ કોન્ફરન્સમાં તમામને ફિટનેસને લઈને પોતાની યાત્રા અને પ્રધાનમંત્રીના સ્વસ્થ જીવનના ગુણો પર પોતાના વિચારો મૂકવાની અને કેટલાક સૂચનો આપ્યા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો