એપશહેર

PM મોદીનો મોટો દાવો, 11 લાખ લોકોને નોકરી આપશે આયુષ્માન સ્કીમ

Shailesh Thakkar | I am Gujarat 1 Oct 2019, 9:49 pm
નવી દિલ્હી : PM નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત સ્કીમને ‘ગરીબોની જય યોજના’ ગણાવતા કહ્યું કે, આનાથી ગરીબોની નિરાશા આશામાં ફેરવાઈ છે. સ્કીમને એક વર્ષ પૂરું થવા નિમિત્તે તેમણે કહ્યું કે, દેશના 46 લાખ ગરીબ પરિાવારોમાં બીમારીની નિરાશાથી સ્વસ્થ જીવનની આશા જગાડવી મોટી સિદ્ધી છે. જો આ એક વર્ષમાં કોઈ ગરીબ પરિવારની જમીન, ખેતી અથવા કોઈ કિંમત સારવાર માટે સામાન વેચાવાથી બચ્યાં છે તો તે આ સ્કીમની મોટી સફળતા છે. PM મોદીએ કહ્યું કે, આ સ્કીમના લાભાર્થીઓ સાથે વાત કરતા ખબર પડે છે કે, દેશમાં કેવી રીતે આના કારણે મોટો ફેરફાર આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ હવે ‘ગરીબોની જય યોજના’ બની ગઈ છે. આની સાથે જ તેમણે મોટો દાવો કરતા કહ્યું કે, આગામી 5-7 વર્ષમાં આ સ્કીમને લીધે રોજગારની 11 લાખથી વધુ તકો પેદા થશે. તેમણે કહ્યું કે, આનાથી વધુ રોજગાર ફક્ત રેલવે આપે છે. PM મોદીએ કહ્યું કે, ‘દેશનો કોઈપણ વ્યક્તિ સારવાર માટે પોતાના ઘરથી દૂર જવા માગતો નથી. દેશના દરેક નાગરિકને ઘર પાસે જ સ્વાસ્થ્ય સુવિધાઓ મળે તેના માટે પ્રયત્નો થઈ રહ્યાં છે. જ્યાં સારી સુવિધાઓ છે ત્યાં દબાણ થોડું વધુ છે. આયુષ્માન ભારત આ જ ભાવનાને મજબૂત કરનારી સ્કીમ છે. આ સરકારની વિચારશરણીનો વિસ્તાર છે, જે અંતર્ગત અમે ભારતની સમસ્યાઓ માટે ટુકડાઓમાં વિચારવાને બદલે સમગ્રતામાં કામ કરી રહ્યાં છીએ.’ સ્કીમને લાભ આપનારી 1000 પ્રાઈવેટ હોસ્પિટલ PM મોદીએ સ્કીમ અંગે પોતાની સરકારની પીઠ થાબડતા કહ્યું કે, આયુષ્માન ભારતથી દેશમાં સ્વાસ્થ્ય સેવાઓની ડિમાન્ડ વધી છે. પ્રાઈવેટ હોસ્પિટલોમાં સારવારની કલ્પના ગરીબ લોકો નહોતા કરી શકતા. આ સ્કીમનો લાભ આપનારી 18 હજાર હોસ્પિટલોમાંથી 10 હજાર તો પ્રાઈવેટ સેક્ટરની જ છે. નાના શહેરોમાં પણ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે. આગામી 5-7 વર્ષમાં આ જ સ્કીમના કારણે 11 લાખ નવી નોકરીઓ પેદા થશે. આનાથી વધુ રોજગાર માત્ર રેલવે જ પેદા કરે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો