એપશહેર

તમારા સુધી કઈ રીતે પહોંચશે વેક્સીન? ફુલપ્રૂફ પ્લાન માટે પુને જશે પીએમ મોદી

કોરોના વાયરસની વેક્સીનનું નિર્માણ, તેના ટેસ્ટની પ્રોગ્રેસ અને લોકો સુધી તેની પહોંચના પ્લાન પર બેઠક માટે પીએમ નરેન્દ્ર મોદી શનિવારે પુનેની સીરમ ઈન્સ્ટિટ્યૂટનો પ્રવાસ કરે તેવી શક્યતા છે.

I am Gujarat 26 Nov 2020, 5:54 pm
પુને: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પુનેમાં આવેલી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ની મુલાકાત લેશે તેવી ચર્ચા છે. કોરોનાકાળમાં વેક્સીન બનાવવાના કામ પર ચાલી રહેલી પ્રગતિની સમીક્ષા માટે પીએમ આ કંપનીની મુલાકાતે જવાના હોવાનું કહેવાઈ રહ્યું છે. કોવિડ-19ની વેક્સીન માટે SIIએ એસ્ટ્રેજેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે ભાગીદારી કરી છે.
I am Gujarat PM Modi in Pune


ડીજીસીઆઈએ સાત કંપનીઓને કોરોના વાયરસની વેક્સીનના ટેસ્ટિંગની મંજૂરી આપી છે. તેમાંથી બે SII અને જેન્નોવા બાયોફાર્માસ્યૂટિકલ્સ છે. પુનેના ડિવિઝનલ કમિશનર સૌરભ રાવે
કહ્યું કે, 'અમને વડાપ્રધાન મોદી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં શનિવારે આવવાના હોવાની જાણકારી મળી છે, પરંતુ તેમના કાર્યક્રમની વિસ્તૃત વિવરણ હજુ મળ્યું નથી.'

રાવે મંગળવારે કહ્યું હતું કે, વડાપ્રધાન પુને આવે તેવી શક્યતા છે અને જો એવું થશે તો તેમનો ઉદ્દેશ્ય કોરોના વાયરસની વેક્સીનના નિર્માણની સ્થિતિ, ઉત્પાદન અને વિતરણના તંત્રની સમીક્ષા હશે. રાવે એવી જાણકારી પણ આપી હતી કે, ચાર ડિસેમ્બરે 100થી વધુ દેશોના રાજદૂત અને દૂત અહીં SII અને જેન્નોવા બાયોફાર્માસ્યૂટિકલ્સની મુલાકાત લેવાના છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો