એપશહેર

વડાપ્રધાન મોદીએ કેક કાપીને અડવાણીનો 93મો જન્મદિવસ મનાવ્યો

મોદીએ અડવાણીના સ્વાસ્થ્ય જીવનની કામના કરી અને પગે લાગીને આશિર્વાદ પણ લીધા

I am Gujarat 8 Nov 2020, 2:42 pm
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી 93 વર્ષના થઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે લાલકૃષ્ણ અડવાણીના ઘરે જઈને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન મોદીએ અડવાણીને પગે લાગીને તેમની પાસે આશિર્વાદ લીધા પછી જન્મદિવસનું કેક કાપીને ઉજવણી કરી. આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ નરેન્દ્ર મોદી અને અડવાણી સાથે પહોંચ્યા હતા.
I am Gujarat pm narendra modi amit shah celebrates lal krishna advanis birthday at his residence
વડાપ્રધાન મોદીએ કેક કાપીને અડવાણીનો 93મો જન્મદિવસ મનાવ્યો


રાજધાની દિલ્હીમાં આવેલા અડવાણીના ઘરે પહોંચીને સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને પગે લાગ્યા હતા. આ પછી વડાપ્રધાન મોદીએ પોતાના હાથે કેક કાપીને અડવાણીનો જન્મદિવસ મનાવ્યો છે, આ દરમિયાન અડવાણીના પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અડવાણીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેક ખવડાવ્યું હતું.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અડવાણીને ટ્વીટરના માધ્યમથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ટ્વીટ કરીને અડવાણીને કરોડો કાર્યકર્તાઓ સાથે જ દેશવાસીઓના પ્રત્યક્ષ પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા અને લાંબા આયુષ્ય તથા સ્વાસ્થ્ય જીવનની પ્રાર્થના કરી. અડવાણીએ પોતાના જન્મદિવસના પ્રસંગે ઘરે આવેલા મહેમાન વડાપ્રધાન, ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે બેસીને વાર્તાલાપ પણ કર્યો હતો.

ભાજપના પાયાના નેતામાંથી એક અને અડવાણીએ રામ મંદિર આંદોલનમાં મુખ્ય ભુમિકા ભજવી હતી. અડલ બિહારી વાજપેઈ સરકારમાં ઉપવડાપ્રધાન રહેલા અડવાણી દેશના ગૃહમંત્રી તરીકેનો પદભાર પણ સંભાળી ચૂક્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો