એપશહેર

દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી, જો બાઈડન અને ટ્રૂડોથી આગળ નીકળી ગયા

વૈશ્વિક સ્તર પર વધી રહી છે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા, એક સર્વે અનુસાર વિશ્વના તમામ નેતાઓમાં સૌથી આગળ છે વડાપ્રધાન મોદી.

I am Gujarat 5 Sep 2021, 3:58 pm
નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દેશ જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ ઘણી વધી ગઈ છે. ડેટા ફર્મ મોર્નિંગ કન્સલ્ટન્ટના સર્વેમાં નરેન્દ્ર મોદી અપ્રૂવલ એટલે કે સ્વીકાર્યતા રેટિંગમાં સૌથી આગળ છે. સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન અને બ્રિટનના વડપ્રધાન બોરિસ જૉનસન સહિત દુનિયાના 13 દિગ્ગજ રાષ્ટ્રપ્રમુખોને પાછળ મૂકી દીધા છે.
I am Gujarat modiji1


મોર્નિંગ કન્સલ્ટન્ટના આ સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપ્રૂવલ રેટિંગ સૌથી વધારે 40 ટકા છે. સર્વેમાં બીજા ક્રમાંકે મેક્સિકોના રાષ્ટ્રપ્રમુખ લોપેઝ ઓબરાડોર અને ત્રીજા ક્રમાંકે ઈટલીના વડાપ્રધાન પીએમ દ્રાગી છે. જર્મનીના ચાન્સલર એંગેલા મર્કેલ ચોથા અને સુપરપાવર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન પાંચમા સ્થાન પર છે.


કંપની તરફથી જે રીતે લોકપ્રિયતાનો સર્વે કરવામાં આવ્યો છે તે જ પ્રમાણે અસ્વીકાર્યતાનો પણ સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગા પ્રથમ ક્રમાંકે છે. જાપાનમાં કોરોના મહામારી દરમિયાન ટોક્યો ઓલિમ્પિકનું આયોજન કરવા બદલ લોકોમાં ઘણો રોષ છે અને કદાચ આ જ રોષની અસર સર્વેમાં પણ જોવા મળી રહી છે. સર્વેમાં ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમૈનુએક મેક્રો બીજા ક્રમાંક પર છે.



મોર્નિંગ કન્સલ્ટ તરફથી આ વર્ષની શરુઆતમાં પણ આ સર્વે કરવામાં આવ્યો હતો. તે સર્વેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ ક્રમાંક પર હતા. તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વીકાર્યતા રેટિંગ 55 ટકા હતી. તે સર્વેના રિપોર્ટ અનુસાર, 75 ટકા લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યુ હતું. તેમજ 20 ટકા લોકોએ તેમનો અસ્વીકાર કર્યો હતો. માટે નરેન્દ્ર મોદીની કુલ સ્વીકૃતિ રેટિંગ 55 રહી હતી, જે બાકી નેતાઓની સરખામણીમાં ઘણી વધારે હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો