એપશહેર

PM મોદીએ સુભાષચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું, કહ્યું- દેશ ભૂલ સુધારી રહ્યો છે

સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીના રાજઘાટ પર નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને કહ્યું હતું કે, દેશ આઝાદી બાદના અનેક દાયકાઓ સુધી કરેલી ભૂલ સુધારી રહ્યો છે.

I am Gujarat 23 Jan 2022, 8:45 pm
સ્વતંત્રતા સેનાની સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હીના ઈન્ડિયા ગેટ ઉપર તેમની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું કે, આઝાદી બાદ અનેક દાયકાઓ સુધી કરવામાં આવેલી ભૂલને દેશ સુધારી રહ્યો છે. તમને જણાવી દઈએ કે હોલોગ્રામ પ્રતિમાને 30 હજાર લુમેન 4k પ્રોજેક્ટરથી સંચાલિત કરવામાં આવશે. તે 28 ફૂટ ઊંચી અને 6 ફૂટ પહોળી છે. અને ગ્રેનાઈટથી બનેલી પ્રતિમા તૈયાર થઈ ગયા બાદ તે હોલોગ્રામ પ્રતિમાનું સ્થાન લેશે.
I am Gujarat hologram statue


આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, જેમણે ભારતની ધરતી પર પ્રથમ આઝાદ સરકારને સ્થાપિત કરી હતી, આપણા એ નેતાજીની ભવ્ય પ્રતિમા આજે ડિજિટલ સ્વરૂપમાં ઈન્ડિયા ગેટની પાસે સ્થાપિત થઈ રહી છે. ટૂંક સમયમાં આ હોલોગ્રામ પ્રતિમાના સ્થાન પર ગ્રેનાઈટની વિશાળ પ્રતિમા પણ લાગશે. નેતાજી કહેતા હતા કે, ક્યારેય પણ સ્વતંત્ર ભારતના સ્વપ્નના વિશ્વાસ ન ગુમાવતા, દુનિયાની કોઈ તાકાત નથી જે ભારતને ધ્રૂજાવી શકે. આજે આપણી સામે આઝાદ ભારતના સ્વપ્નોને પૂરા કરવાનો લક્ષ્ય છે. આપણી સામે આઝાદીના સો વર્ષો પહેલા નવા ભારતના નિર્માણનો લક્ષ્ય છે.
દેશના 8માંથી 4 મોટા શહેરોમાં ત્રીજી લહેર પીક પર પહોંચી હોવાના અણસાર
આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવનો સંકલ્પ છે કે ભારત પોતાની ઓળખ અને પ્રેરણા પુનર્જીવિત કરશે. એ દુર્ભાગ્ય રહ્યું કે, આઝાદી બાદ દેશની સંસ્કૃતિ અને સંસ્કારોની સાથે અનેક મહાન વ્યક્તિત્વોના યોગદાનને ભૂંસાવી દેવાનું કામ કરવામાં આવ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ રાહત અને બચાવ કર્મીઓના યોગદાનના પણ વખાણ કર્યા હતા. તેઓએ કહ્યું કે, અમે રિલીફ, રેસ્ક્યૂ અને રિહેબિલિટેશન પર જોર આપવાની સાથે રિફોર્મ ઉપર પણ ફોકસ કર્યું છે. અમે એનડીઆરએફને મજબૂત બનાવી, તેનું આધુનિકરણ કર્યું, દેશભરમાં તેનું વિસ્તરણ કર્યું છે. સ્પેસ ટેક્નોલોજીથી લઈને પ્લાનિંગ અને મેનેજમેન્ટ સુધી, બેસ્ટ પોસિબલ પ્રેક્ટિસને અપનાવી છે.

આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ કહ્યું કે, નેતાજીની 125મી જયંતિ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા લગાવવાનો નિર્ણય મોદીજીએ લીધો છે. આ પ્રતિમા દેશની આવનારી પેઢીઓને પરાક્રમ, દેશભક્તિ અને બલિદાનની પ્રેરણા આપશે. આ પ્રતિમા દેશના કરોડો લોકોના મનના ભાવની અભિવ્યક્તિ હશે.

Read Next Story