એપશહેર

ભારત સાથે સંબંધ સુધારવાની સજા : નેપાળના PM ઓલીની ખુરશી ગઈ

I am Gujarat 25 Jul 2016, 2:47 am
એજન્સી. કાઠમંડુ
I am Gujarat pm nepal
ભારત સાથે સંબંધ સુધારવાની સજા : નેપાળના PM ઓલીની ખુરશી ગઈ


નેપાળના વડાપ્રધાન કે.પી. ઓલીએ રવિવારે રાજીનામું આપી દેતા ફરી રાજકીય અરાજકતા ઊભી થઈ છે. તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થવાનો હતો તે પહેલાં જ તેમણે રાજીનામું ધરી દીધું હતું. માઓવાદીઓએ કે.પી. શર્મા ઓલીને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો અને સંસદમાં તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે ‘વિદેશી તત્ત્વો’એ નેપાળને ‘લેબોરેટરી’ બનાવી દીધી છે અને તે લોકો નવા બંધારણનો અમલ થવા દેતા નથી. તેમણે કહ્યું કે ચીન અને ભારત વચ્ચે સંબંધ સુધારવા માટે તેમણે જે પગલાં લીધા તેની તેમને સજા મળી છે. નેપાળમાં છેલ્લાં ૧૦ વર્ષમાં આ આઠમી સરકાર હતી. હવે પ્રચંડ તેમના અનુગામી બને તેવી શક્યતા છે.

મધેશી પીપલ્સ રાઈટ્સ ફોરમ-ડેમોક્રેટિક અને રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી એ બે પક્ષોએ ઓલી સામેના અવિશ્વાસ પ્રસ્તાવને ટેકો આપવાની જાહેરાત કરતા ઓલીએ રાજીનામું આપવું પડ્યું હતું. નેપાળી કોંગ્રેસ અને પ્રચંડના પક્ષ સીપીએન-માઓવાદી સેન્ટરે અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરી હતી.

ઓલીએ તેમની વિરુદ્ધના પ્રસ્તાવ પર સંસદને સંબોધન કરતા કહ્યું કે ‘હાલમાં સત્તાના પરિવર્તનની આ રમત રમાઈ રહી છે તે શંકાસ્પદ છે. જ્યારે મેં સત્તા સંભાળી ત્યારે પાડોશી દેશ ભારત સાથે સંબંધ ખૂબ જ તણાવભર્યા હતા. મેં પ્રયાસ કરીને આ સંબંધો સુધાર્યા અને ફરી રાબેતા મુજબના સંબંધ કર્યા. આ કામની જ મને સજા આપવામાં આવી છે.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો