એપશહેર

પયગંબરના કાર્ટૂનને લઈ ફ્રાન્સમાં થઈ રહ્યા છે હુમલા, મુનવ્વર રાણાએ કહ્યું- આ યોગ્ય છે

દેશના જાણીતા શાયર મુનવ્વર રાણાએ ફ્રાન્સની હિંસક ઘટનાઓને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે

I am Gujarat 31 Oct 2020, 7:41 pm
લખનઉઃ ફ્રાન્સમાં મોહમ્મદ પયગંબરના વિવાદાસ્પદ કાર્ટૂનને લઈને એક પછી એક હુમલા થઈ રહ્યા છે. ટીચરની હત્યા બાદ ફ્રાન્સના એક ચર્ચામાં હુમલો કરવામાં આવ્યો હતો. એક વ્યક્તિએ ચપ્પા વડે હુમલો કર્યો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. જેમાંથી એક મહિલાનું ગળુ કાપી નાંખવામાં આવ્યું હતું. આ ઘટના અંગે દેશના જાણીતા શાયર મુનવ્વર રાણાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે અને તેમણે આ હિંસક ઘટનાઓને યોગ્ય ગણાવી છે. મુનવ્વર રાણાનું કહેવું છે કે જો કોઈ અમારી માતા કે અમારા પિતાનું આવું કાર્ટૂન બનાશે તો અમે તેમને મારીશું. મુનવ્વર રાણા હાલમાં પોતાની શાયરીઓ કરતા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે.
I am Gujarat rana3


રાણાએ એમએફ હુસૈનની વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે એમએફ હુસૈને હિંદુ દેવી-દેવતાઓના વિવાદાસ્પદ ચિત્રો બનાવ્યા તો તેમને દેશ છોડીને ભાગવું પડ્યું હતું. તેમણે કહ્યું છે કે હુસૈન તે વાત જાણી ચૂક્યા હતા કે જો તેઓ આવું નહીં કરે તો તેમને મારી નાંખવામાં આવશે. વિદેશમાં તેમનું નિધન થયું. તેમણે તે પણ કહ્યું હતું કે, જ્યારે ભારતમાં હજારો વર્ષોથી ઓનર કિલિંગને યોગ્યા માનવામાં આવ્યું છે અને કોઈ સજા થતી નથી તો ફ્રાન્સની ઘટનાને અયોગ્ય કેવી રીતે કહી શકાય.

ધર્મ એક ખતરનાક રમત...
મુનવ્વર રાણાએ તે પણ કહ્યું છે કે, 470 વર્ષ પહેલા બાબરી મસ્જિદની ઘટનામાં જે બાદશાહોએ ભૂલો કરી હોય. ધર્મના મામલે જેણે પણ મંદિર તોડીને મસ્જિદ બનાવી હોય. તેવામાં સમગ્ર કોમને ગાળો ખાવી પડી. હું કહીશ કે ધર્મ એક ખતરનાક રમત છે. તેનાથી લોકોએ દૂર રહેવું જોઈએ.

પાકિસ્તાનથી આવતા લોકો પર પ્રતિબંધની માંગ
બીજી તરફ ફ્રાન્સમાં આતંકી હુમલાઓની વધતી સંખ્યા બાદ હવે પ્રવાસીઓની એન્ટ્રી પર પ્રતિબંધની માંગ ઉગ્ર બની રહી છે. ફ્રાન્સના વિરોધ પક્ષના નેતા મરીન લે પેને પાકિસ્તાનથી આવનારા પ્રવાસીઓ પર પ્રતિબંધની માંગ કરીને નવી ચર્ચા જગાવી છે. શુક્રવારે જ ઈસ્લામાબાદમાં હજારો લોકોની હિંસક ભીડે ફ્રાન્સના દૂતાવાસ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન પણ ફ્રાન્સને લઈને નિવેદનો આપી રહ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો