એપશહેર

જો આપણે મિલિટરી સમાધાનનો વિકલ્પ પસંદ કર્યો હોત તો PoK ભારતનું હોત: એર ચીફ માર્શલ

I am Gujarat 1 Sep 2016, 6:49 pm
નવી દિલ્હીઃ ઇન્ડિયન એર ફોર્સના વડા અરૂપ રાહાએ ગુરુવારે અફસોસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ભારતે અત્યાર સુધી તેની એર ફોર્સની તાકાતનો સંપૂર્ણપણે ઉપયોગ કર્યો નથી. રાહાએ આ સાથે કહ્યું હતું કે, ભારતે 1971ના યુદ્ધમાં તેની વાયુ તાકાતનો પૂરેપૂરો ઉપયોગ કર્યો નહોતો. જો ભારતે મિલિટરી સોલ્યુસનનો વિકલ્પ અપનાવ્યો હોત તો પાકિસ્તાનના કબજા હેઠળ (PoK)નું કાશ્મીર ભારતનું હોત. એર ચીફ માર્શલે કહ્યું હતું કે, પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર હવે ‘ગળામાં ફસાયેલું હાડકું’ બની ગયું છે અને ભારતે પણ પોતાની સુરક્ષા જરૂરિયાતો પ્રત્યે ‘વ્યવહારિક વલણ’ અપનાવ્યું નથી.
I am Gujarat pok would have been ours if we had opted for military solution iaf chief arup raha
જો આપણે મિલિટરી સમાધાનનો વિકલ્પ પસંદ કર્યો હોત તો PoK ભારતનું હોત: એર ચીફ માર્શલ


રાહાએ કહ્યું હતું કે, ભારતની સુરક્ષાનો માહોલ બગડ્યો છે. મિલિટરી પાવરના એક ભાગ તરીકે એરોસ્પેસ પાવરે પ્રતિરોધક ફોર્સ તરીકે કામ કરવાની જરૂર છે, જેથી આ ક્ષેત્રે શાંતિ જળવાઈ રહે. વિદેશ નીતિ પર તેમણે કહ્યું હતું કે, ‘આપણી વિદેશ નીતિનો ઉલ્લેખ સંયુક્ત રાષ્ટ્ર, નોન એલાઇન્મેન્ટ મૂવમેન્ટ અને પંચશીલ સિદ્ધાંતના ચાર્ટરમાં છે. સુરક્ષા જરૂરિયાતોના મામલે આપણે ખરેખર ક્યારેય વ્યવહારિક વલણ અપનાવ્યું નથી. આપણે અનુકૂળ સ્થિતિ બનાવવા માટે મિલિટરી પાવરને નજરઅંદાજ કરી રહ્યા છીએ.’

અરૂપ એક એરોસ્પેસ સેમિનારને સંબોધી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘એક દેશ તરીકે મિલિટરી પાવરનો ઉપયોગ કરવામાં ભારત હંમેશાં ખચકાતું રહ્યું છે. ખાસ કરીને દુશ્મનો પર પકડ કસવા માટે વાયુ શક્તિનો ઉપયોગ કરવામાં.’ તેમણે કહ્યું હતું કે, ‘1947માં જ્યારે જમ્મુ-કાશ્મીર પર હુમલો થયો તો ઇન્ડિયન એર ફોર્સના ટ્રાન્સપોર્ટ વિમાનોએ ભારતીય જવાનોની મદદ કરી હતી અને યુદ્ધના મેદાન સુધી સામગ્રી પહોંચાડી હતી, પણ જ્યાં સૈન્ય સમાધાનથી પરિણામ આવે તેમ હતું ત્યાં આપણે ઉચ્ચ નૈતિક આદર્શનો વિકલ્પ પસંદ કર્યો. મને લાગે છે કે, આ સમસ્યાના શાંતિપૂર્ણ સમાધાન માટે આપણે સંયુક્ત રાષ્ટ્ર પહોંચી ગયા. આ સમસ્યા યથાવત્ છે. પીઓકે ગળામાં ફસાયેલું હાડકું બની ગયું છે.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો