એપશહેર

ભિખારીના ઘરેથી નીકળ્યા અઢળક રૂપિયા, ગણવામાં પોલીસની ટીમને આખી રાત લાગી

Yogesh Gajjar | I am Gujarat 7 Oct 2019, 12:07 pm
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં શુક્રવારે ગોવંડી સ્ટેશન પાસે ટ્રેનથી કપાઈને એક ભિખારીનું મોત થઈ ગયું. રેલવે પોલીસે ભિખારીની ઓળખ 82 વર્ષના બિરભીચંદ આઝાદ તરીકે કરી છે. પોલીસ જ્યારે આ ભિખારીના ઘરે પહોંચી તો તેમને 1.77 લાખ રૂપિયાના સિક્કા અને 8.77 લાખની FDના પેપર્સ મળ્યા. આ વ્યક્તિએ પાન કાર્ડ, આધાર કાર્ડ અને સીનિયર સીટિઝન કાર્ડ પણ બનાવડાવી રાખ્યું હતું. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: ભિખારીની ઝૂંપડપટ્ટીમાં આટલા બધા પૈસા જોઈને પોલીસ પણ દંગ રહી ગઈ. ચાર બેગમાં ભરીને રાખેલા આ સિક્કાને ગણવા માટે પોલીસને 6 કલાકનો સમય લાગ્યો. સીનિયર ઈન્સ્પેક્ટર નંદકુમાર સાસતે અમારા સહયોગી મુંબઈ મિરર સાથે વાત કરતા જણાવ્યું કે, કોલોનીમાં રહેતા લોકોએ જણાવ્યું કે તે ભિખારી જ હતો. તેના કેટલાક કાગળો પર ઘરનું એડ્રેસ રાજસ્થાનનું છે. તે મુંબઈમાં એકલો રહેતો હતો.
શુક્રવારે થયેલી આ દુર્ઘટના બાદ ઝૂંપડીમાં પહોંચેલી એક ડઝન પોલીસકર્મીઓની ટીમ આઝાદની સંપત્તિ સાથે જોડાયેલી કાર્યવાહી રવિવાર સુધીમાં ખતમ કરી શકી. 10×10ની નાની એવી ઝૂંપડીમાં લાખોની સંપત્તિ જોઈને પોલીસ પણ દંગ રહી ગઈ. ઈન્સ્પેક્ટર સાસતે કહ્યું, અમે શનિવારે રાત્રે સિક્કા ગણવાનું શરૂ કર્યું અને રવિવાર સવાર સુધી ગણતા રહ્યા. આખા રૂમમાં ઘણાબધા કાગળ પડ્યા હતા જેમાંથી 8.77 લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટના પણ પેપર્સ હતા. અમે રાજસ્થાન પોલીસને પણ બિરભીચંદ આઝાદ વિશે સૂચના આપી દીધી છે. જાણકારી મુજબ આઝાદ ગોવંડીમાં ઘણા વર્ષોથી રહેતો હતો. તે હાર્બર લાઈન રેલવે સ્ટેશનો પર ભીખ માગતો હતો. તેની સાથે વસ્તીમાં રહેલાના એક ફેરિયાએ જણાવ્યું કે આઝાદ કહેતો હતો કે તે પોતાના બાળકો માટે જ મુંબઈમાં રહીને ભીખ માગતો હતો. બાજુની ઝૂંપડીઓમાં રહેનારા અન્ય ભિખારીઓનું કહેવું છે કે તેમને ક્યારેય અંદાજ પણ નહોતો કે આઝાદ પાસે આટલા બધા પૈસા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો