એપશહેર

પીએમ મોદીની દેશવાસીઓને અપીલ- દિવાળીએ એક દીવો સૈનિકોના સન્માનમાં પણ પ્રગટાવો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશવાસીઓને અપીલ કરી છે કે તેઓ આ તહેવારના દિવસે સૈનિકોના સન્માનમાં એક દીવડો ચોક્કસ પ્રગટાવે.

I am Gujarat 13 Nov 2020, 10:55 pm
નવી દિલ્હી: દિવાળીના તહેવારની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશવાસીઓને અપીલ કરી છે કે તેઓ આ તહેવારના દિવસે સૈનિકોના સન્માનમાં એક દીવડો ચોક્કસ પ્રગટાવે.
I am Gujarat 11


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતા જણાવ્યું કે આ દિવાળીના તહેવાર પર આપણે તમામ લોકો એક દીવડો તે સૈનિકોના સન્માનમાં પ્રગટાવીએ જેઓ નીડર રહીને દેશની રક્ષા કરે છે. માત્ર શબ્દો થકી આપણે તેઓની બહાદુરીને ન્યાય આપી શકીએ નહીં. આપણી સરહદો પર હાજર સૈનિકોના પરિવારો પ્રત્યે આભારી છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત મહિને પોતાના રેડિયો પ્રોગ્રામ 'મન કી બાત'માં પણ દેશવાસીઓને આ અપીલ કરી હતી. તેમણે આ સંબંધિત પોતાના સંબોધનની એક ક્લિપિંગ પણ શેર કરી. પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે આ દિવાળી પર તે બહાદુર સૈનિકોને પણ યાદ રાખવાના છે જેઓ તહેવારોમાં પણ સરહદ પર હાજર છે અને ભારત માતાની સેવા-સુરક્ષા કરી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે આપણે તેઓને યાદ કરીને જ આપણા તહેવારની ઉજવણી કરવાની છે. આપણે ઘરમાં એક દીવડો, ભારત માતાના તે વીર દીકરા-દીકરીઓના સન્માનમાં પ્રગટાવવાનો છે. પીએમ મોદીની આ અપીલ બાદ બીજેપીએ પણ લોકોને અપીલ કરી છે કે તેઓ સૈનિકોના સન્માનમાં એક દીવડો પ્રગટાવીને સોશિયલ મીડિયા પર પોતાનો ફોટોગ્રાફ શેર કરે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો