એપશહેર

મધ્યરાત્રીએ પ્રિયંકા ગાંધીની ટ્વીટ 'ऊं ऐं ह्रीं क्लीं चामुंडाय विच्चे।', લોકોએ કર્યા અનેક તર્ક

Mitesh Purohit | I am Gujarat 31 Dec 2019, 8:49 am
લખનૌઃ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી હાલ લખનઉ પોલીસ પર લાગેલા ઓરોપોને લઇ ચર્ચામાં છે. આ બધાની વચ્ચે તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી સોમવાર-મંગળવાર રાત્રે એક ટ્વીટ કરાઇ, ત્યારબાદ લોકો અચંબામાં પડી ગયા તે સ્વાભાવિક છે. વાત એમ હતી કે પ્રિયંકા ગાંધી વાડ્રાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી દુર્ગા સપ્તશતીનો એક મંત્ર ટ્વિટ કરાયો છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:પ્રિયંકા ગાંધીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી રાત્રે 12 : 55 મિનિટ પર એક ટ્વીટ કરાઇ છે. તેમાં લખ્યું છે, ‘ऊं ऐं ह्रीं क्लिं चामुंडायै विच्चै।।’ જો કે આ ટ્વીટને લઇ હજુ સ્પષ્ટતા થઇ શકી નથી. ઉત્તરપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય કુમાર લલ્લૂએ અમારા સહયોગી નવભારતટાઇમ્સ ઓનલાઈન સાથે વાતચીતમાં કહ્યું કે, આ ટ્વીટ ખુદ પ્રિયંકા ગાંધીએ જ કરી છે.
આ મંત્રને ટ્વીટ કર્યા બાદ લોકોએ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી. અરવિંદ કુમાર નામના ટ્વીટર યુઝરે લખ્યું, ‘નાસમજને સમજાવવા જરૂરી નથી. સમજદારોને તો ઇશારો જ પૂરતો હોય છે. આ મંત્ર નારી શક્તિનું પ્રતિક છે.’ આપને જણાવી દઇએ કે પ્રિયંકા ગાંધી પોતાની બે દિવસની લખનઉ યાત્રા સમયે લખનઉ પોલીસ પર ગળું દબાવાનો આરોપ મૂકયો હતો. જો કે લખનઉના એસએસપી કલાનિધિ નૈથાનીનું કહેવું છે આ આરોપ સંપૂર્ણપણે ખોટો છે.Video: પાકિસ્તાનથી પોતાનો જીવ અને આબરુ બચાવીને ભાગી આવેલ 8 શરણાર્થીઓને મળી નાગરિકતા

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો