એપશહેર

રિક્ષાવાળા સાથે ભાગી ગઈ ગર્લફ્રેન્ડ તો બોયફ્રેન્ડે 70 રિક્ષાવાળા સાથે આ રીતે લીધો બદલો

તેની ગર્લફ્રેન્ડે ભાગીને એક ઓટો ડ્રાઈવર સાથે લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ આરોપી ઓટો ડ્રાઈવરના ફોન ચોરી કરવા લાગ્યો

I am Gujarat 26 Aug 2020, 10:41 pm
પુણેઃ મહારાષ્ટ્રના પુણેમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી જેના પર આપોર છે કે તેણે શહેરના 70 ઓટો ડ્રાઈવરના ફોન ચોરી કર્યા છે. પોલીસનું કહેવું છે કે તેણે આ ચોરી બદલો લેવાની ભાવનાથી કરી છે. તેની ગર્લફ્રેન્ડે ભાગીને એક ઓટો ડ્રાઈવર સાથે લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ આરોપી ઓટો ડ્રાઈવરના ફોન ચોરી કરવા લાગ્યો
I am Gujarat pune girlfriends ran away 70 auto driver mobile theft lover
રિક્ષાવાળા સાથે ભાગી ગઈ ગર્લફ્રેન્ડ તો બોયફ્રેન્ડે 70 રિક્ષાવાળા સાથે આ રીતે લીધો બદલો


પુણે મિરરના રિપોર્ટ મુજબ આરોપી અમદાવાદમાં એક રેસ્ટોરન્ટ ચલાવતો હતો. તેનું નામ આસિફ ઉર્ફ ભૂરાભાઈ આરિફ શેખ છે. મોદીખાનાનું રહેવાસી છે. આરોપી આસિફ માત્ર ઓટો ડ્રાઈવરને નિશાન બનાવતો હતો અને તેમના મોબાઈળ ચોરી કરતો. પોલીસે સોમવારે આરોપીની ધરપકડ કરી અને કોર્ટે 27 ઓગસ્ટ સુધી પોલીસ રીમાન્ડમાં મોકલી દીધો છે.

આરિફે પોલીસને જણાવ્યું કે 2019માં અમદાવાદમાં તે પોતાનું રેસ્ટોરન્ટ વેચીને ગર્લફ્રેન્ડ સાથે પુણે આવી ગયો. પરતુ બે દિવસ બાદ તેની ગર્લફ્રેન્ડ બધા પૈસા લઈને એક ઓટો ડ્રાઈવર સાથે ભાગી ગઈ. ત્યાર બાદ તેણે ઓટો ડ્રાઈવર સાથે બદલો લેવા માટે ચોરી કરવાની શરૂ કરી અને અત્યાર સુધીમાં 70 ઓટો ડ્રાઈવરના ફોન ચોરી કરી ચૂક્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો