એપશહેર

કચરો વીણનારા વ્યક્તિએ 10 લાખ રૂપિયા ખર્ચીને સ્થાપિત કરી પોતાની મૂર્તિ

પોતાનું સ્ટેચ્યૂ બનાવવા માટે આ વ્યક્તિએ પોતાની જીવનભરની બચત જમીન ખરીદવા માટે ખર્ચી નાંખી

I am Gujarat 19 Sep 2020, 5:09 pm
સલેમઃ તમિલનાડુના સલેમ જિલ્લાના અથાનુરપટ્ટી ગામમાં રહેતા નલ્લથમ્બીએ કરચો વીણવામાં પોતાનું આખું જીવન પસાર કર્યું છે. તે રોડ પર ફેંકેલી ખાલી બોટલો ઉઠાવને પોતાનું જીવન ગુજારે છે. નલ્લથમ્બીએ કરચો વીણીને જીવનભરની 10 લાખ રૂપિયા બચત કરીને એક જમીન ખરીદી અને તેના પર પોતાનું સ્ટેચ્યૂ બનાવ્યું છે.
I am Gujarat ragpicker spends rs 10 lakh to erect his own statue in salem tamilnadu
કચરો વીણનારા વ્યક્તિએ 10 લાખ રૂપિયા ખર્ચીને સ્થાપિત કરી પોતાની મૂર્તિ


નલથમ્બીએ કહ્યું કે જ્યારે હું નાનો હતો ત્યારે હું સપનું જોતો હતો કે મારું પણ નામ થાય. મારી પોતાનું પણ સ્ટેચ્યૂ હોય. આજે મેં મારું આ સપનું પૂરું કરી લીધી છું. નલથમ્બીએ 20 વર્ષ પહેલા જ પોતાના પરિવારને છોડી દીધો હતો.

નલ્લથમ્બી શરૂઆતમાં મિસ્ત્રીનું કામ કરતો હતો પરંતુ પરિવાર સાથે વિવાદ બાદ તેણે પોતાનું ઘર, પત્ની અને બાળકોને છોડી દીધા. અને તે સલેમ જિલ્લાના અથાનુરપટ્ટી ગામમાં આવી ગયો. નલ્લથમ્બીની પત્ની અને બાળકો પણ તેના વતનમાં રહે છે.


તેણે જીવનભર મિસ્ત્રીકામ કર્યું અને કરચો વીણીને તેણે બચત કરેલા રૂપિયાથી વઝાપાડી-બેલૂર ગામ રોડ પર બે પ્લોટ ખરીદ્યા. તે કચરો વીણીને દરરોજ 250 થી 300 રૂપિયા કમાતો હતો.

નલ્લથમ્બીએ જણાવ્યું કે તેણે આ જમીન ખરીદી ત્યાર બાદ એક મૂર્તિકારને એક લાખ રૂપિયા આપ્યા અને કહ્યું તે તેની મૂર્તિ બનાવે. આ મૂર્તિકારે તેના જેવી જ મૂર્તિ તૈયાર કરી અને ખરીદેલી જમીન પર સ્થાપિત કરી છે.

Read Next Story