એપશહેર

ખેડૂત આંદોલનઃ રિહાનાને રાહુલ ગાંધીનો જવાબ- આ અમારો આંતરિક મુદ્દો છે

પૉપ સ્ટાર રિહાનાના અને અન્ય હસ્તીઓએ ખેડૂત આંદોલનનું સમર્થન કરતા સિંગર આજે ચર્ચાનો વિષય બની છે

I am Gujarat 3 Feb 2021, 4:38 pm
નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે સરકારનું કામ ખેડૂતોને ડરાવવા, ધમકાવવા અને માર મારવાનું નથી. તેમણે કહ્યું કે સરકારે તાત્કાલિક ખેડૂતો સાથે વાત કરવી જોઈએ, કૃષિ કાયદા પાછા લેવા જોઈએ કેમ કે ખેડુતો પીછેહઠ કરશે નહીં. પોપ સ્ટાર રિહાન્ના અને ખેડૂત આંદોલનમાં કેટલીક અન્ય હસ્તીઓનાં સમર્થન પર રાહુલે કહ્યું કે આ આમારો આંતરિક મામલો છે.
I am Gujarat rahul gandhi attacks modi government appeals to withdraw new farm laws
ખેડૂત આંદોલનઃ રિહાનાને રાહુલ ગાંધીનો જવાબ- આ અમારો આંતરિક મુદ્દો છે



રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોરોના યુગમાં ખેડૂતોએ દેશને બચાવ્યો, તેઓ આપણી કરોડરજ્જુ છે પરંતુ સરકાર તેમનો વિનાશ કરવા માંગે છે. કેટલીક હોલીવૂડ હસ્તીઓના ખેડૂત આંદોલનને સમર્થન આપતા ટ્વિટ પર રાહુલ ગાંધીએ કહ્યું કે આ આપણો આંતરિક મામલો છે, તેઓ જે કહે છે તેમાં તેમને રસ નથી.


રાહુલ ગાંધીએ બુધવારે બપોરે એક પત્રકાર પરિષદ યોજી ખેડૂત આંદોલનના મુદ્દે સરકારના ઉદ્દેશ્ય પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, 'સરકાર શા માટે મજબૂર છે, તેઓ ખેડૂતોથી ડરે છે? ખેડુતો દુશ્મન છે? મેં કહ્યું છે કે ખેડુતો ભારતની તાકાત છે, તેમને ડરાવવા, ધમકાવવા અને મારી નાખવાનું સરકારનું કામ નથી.

Read Next Story