એપશહેર

ફેસબુક, વોટ્સએપ પર BJP અને RSSનો કન્ટ્રોલ, ફેલાવે છે નફરત અને ફેક ન્યૂઝ: રાહુલ ગાંધી

રિપોર્ટમાં દાવા કરાયો હતો કે ફેસબુક ઈન્ડિયાના પબ્લિક પોલિસી ડાયરેક્ટર અનખી દાસે સ્ટાફને કહ્યું કે, 'ભાજપના નેતાઓની પોસ્ટ્સ હટાવવાથી દેશમાં કંપનીના બિઝનેસને અસર પડશે.' ફેસબુક માટે યૂઝર્સની દ્રષ્ટિએ ભારત સૌથી મોટું બજાર છે.

I am Gujarat 16 Aug 2020, 5:22 pm
નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેટલાક મહિના, ખાસ કરીને જ્યારથી ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યો છે, ત્યારથી મોદી સરકાર પર હુમલો કરવાની એક તક ચૂકતા નથી. રાહુલ ક્યારેક બેરોજગારીના મુદ્દે તો ક્યારેક કોરોનાને લઈને સરકાર પર પ્રહાર કરતા રહે છે. હવે, રાહુલ ગાંધીએ અમેરિકાના એક ન્યૂઝ પેપરના રિપોર્ટને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
I am Gujarat Rahul Gandhi


હકીકતમાં, અમેરિકાના ન્યૂઝ પેપર ધ વોલ સ્ટ્રીટ જર્નલે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, ફેસબુક ભાજપના નેતાઓની 'હેડ સ્પીચ'વાળી પોસ્ટ્સ સામે એક્શન લેવામાં 'જાણી-જોઈને' ઉતાવળ ન કરી. આ એ વિસ્તૃત યોજનાનો ભાગ હતો, જે અંતર્ગત ફેસબુકે ભાજપ અને કટ્ટરપંથી હિંદુઓને 'ફેવર' કરી.

આ રિપોર્ટનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કે, 'ભાજપ અને આરએસએસ ફેસબુક અને વોટ્સએપને નિયંત્રિત કરે છે. તે તેના માધ્યમથી ફેક ન્યૂઝ અને નફરત ફેલાવે છે અને તેનો ઉપયોગ મતદારોને પ્રભાવિત કરવા માટે કરે છે. આખરે અમેરિકાનું મીડિયા ફેસબુક અંગે સત્યની સાથે સામે આવ્યું છે.'

રિપોર્ટમાં ફેસબુકને લઈને સ્ફોટક દાવા
રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, ફેસબુક ઈન્ડિયાના પબ્લિક પોલિસી ડાયરેક્ટર અનખી દાસે સ્ટાફને કહ્યું હતું કે, 'ભાજપના નેતાઓની પોસ્ટ્સ હટાવવાથી દેશમાં કંપનીના બિઝનેસને અસર પડશે.' ફેસબુક માટે યૂઝર્સની દ્રષ્ટિએ ભારત સૌથી મોટું બજાર છે. રિપોર્ટમાં ટી રાજા સિંહની એક પોસ્ટનો ઉલ્લેખ કરાયો હતો, જેમાં કથિત રીતે લઘુમતીઓની સામે હિંસાની વકીલાત કરાઈ હતી. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ, ફેસબુકના ઈન્ટરનલ સ્ટાફે નક્કી કર્યું હતું કે, 'ખતરનાક વ્યક્તિઓ અને સંસ્થાઓ'વાળી પોલિસી અંતર્ગત રાજા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

ફેસબુકે આરોપો પર શું કહ્યું?ફેસબુકના પ્રવક્તા એન્ટી સ્ટોને કહ્યું કે, દાસે રાજકીય અસ્થિરતાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. જોકે, સ્ટોન મુજબ, રાજાને ફેસબુક રહેવા દેવા પાછળ માત્ર આ જ એક કારણ ન હતું. રિપોર્ટ મુજબ, વોલ સ્ટ્રીટ જર્નલે સવાલ કર્યા બાદ રાજાની કેટલીક પોસ્ટસને ડિલીટ કરી દેવાઈ. તેમને હવે ફેસબુક પર સત્તાવાર અકાઉન્ટની મંજૂરની નથી. એક ઈમેલ કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, 'અમે હેટ સ્પીટ કે હિંસાને પ્રોત્સાહન આપતી કોમેન્ટને પ્રતિબંધિત કરીએ છીએ અને એ પ્રકારની નીતિઓને સમગ્ર દુનિયામાં કોઈ પણ રાજકીય સ્થિતિને જોયા વિના લાગુ કરીએ છીએ.'

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો