એપશહેર

વાયનાડમાં રાહુલ ગાંધીને ફેને કરી લીધી કિસ, વિડીયો વાયરલ

Shailesh Thakkar | I am Gujarat 28 Aug 2019, 4:31 pm
વાયનાડ: કેરળમાં પૂર રાહત કાર્યોનો તકાજો લેવા પોતાના સંસદીય વિસ્તાર વાયનાડમાં પહોંચેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને એક વિચિત્ર સ્થિતિનો સામનો કરવો પડ્યો. પોતાની કારમાં બેસીને મીડિયા સાથે વાત કરી રહેલા રાહુલ ગાંધીની પાસે અચાનક એક છોકરો પહોંચ્યો અને તેમને કિસ કરી લીધી. છોકરાની આ હરકત બાદ રાહુલ હસવા લાગ્યા. રાહુલ ગાંધીની સુરક્ષા SPG કરે છે. આ પ્રકારે એક છોકરાનું તેમની પાસે પહોંચી જવું સુરક્ષા પર પણ મોટા સવાલ પેદા કરે છે. જણાવી દઈએ કે, વાયનાડ સીટથી સાંસદ રાહુલ મંગળવારે પૂરી પીડિતોને મળવા માટે પહોંચ્યા હતા. વાયનાડના સેન્ટ થોમસ ચર્ચમાં બનેલા રાહત કેમ્પમાં તેમણે પૂર પીડિતોનો હાલચાલ જાણ્યો. અન્ય એક કેમ્પમાં પહોંચેલા રાહુલ ગાંધીએ કહ્યું કે, તે કેરળના મુખ્યમંત્રી તો નથી પણ લોકોને તેમનો હક મળે તે સુનિશ્ચિત કરવું તેમની જવાબદારી છે.
તમને જણાવી દઈએ કે, વરસાદ અને પૂરને લીધે કેરળના ઘણા જિલ્લાઓના લોકો રાહત કેમ્પમાં શિફ્ટ થઈ રહ્યાં છે. મક્કિયાડના હિસ ફેસ સ્કૂલ ઑડિટોરિયમમાં બનેલા રાહત કેમ્પમાં લોકોના હાલચાલ જાણવા પહોંચેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકોને સંબોધિત કરતા કહ્યું, ‘હું કેરળનો મુખ્યમંત્રી નથી. ન અમે કેરળની સત્તામાં છીએ અને ન કેન્દ્રમાં પણ આ મારી જવાબદારી છે કે હું તમને તમારો હક અપાવું.’વાયનાડ પહોંચેલા રાહુલે પાર્ટી નેતાઓ અને સહયોગીઓ સાથે કાંજીરંગાબાદમાં એક ચાની દુકાન પર બેસી ચા પીધી. આ દરમિયાન તેમની સાથે પાર્ટીના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ પણ હાજર રહ્યાં. ઉલ્લેખનીય છે કે, પૂરના કારણે કેરળમાં હજારો લોકોને તેમના ઘરોમાંથી વિસ્થાપિત થઈને રાહત કેમ્પોમાં રહેવું પડી રહ્યું છે. રાજ્યમાં પૂર અને વરસાદને કારણે મરનારાઓની સંખ્યા 100ની પાર પહોંચી ગઈ. ઘણા લોકો પોતાના ઘરોમાંથી ગાયબ પણ થયા છે, આમાંથી કેટલાકના મૃતદેહ બરામદ થયા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો