એપશહેર

'કાળા કાયદા'થી ખેડૂતોને મૂડીવાદીઓના ગુલામ બનાવી રહ્યા છે નરેન્દ્ર મોદીઃ રાહુલ ગાંધી

I am Gujarat 20 Sep 2020, 2:32 pm
લોકસભામાં પાસ થઈ ચૂકેલા કૃષિ બિલને લઈને નરેન્દ્ર મોદી સરકાર સામેનો વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો. રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એકવાર ફરી તેને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ખેડૂતોને મૂ઼ડીવાદીઓના ગુલામ બનાવવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ટ્વીટ કરતા કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે કે ખેડૂત બિલોમાં એમએસપીની ગેરંન્ટી કેમ આપવામાં નથી આવી?
I am Gujarat modi

રાહુલ ગાંધીએ કરેલા ટ્વીટની તસવીર


રાહુલ ગાંધીએ બિલને 'કાળો કાયદા' સાથે સંબોધિત કરતા સવાલ કર્યો છે, તેનાથી ખેડૂતોને એપીએમસી/ખેડૂત માર્કેટ ખતમ થવા પર એમએસપી કેવી રીતે મળશે? તેમણે પૂછ્યું કે, બિલમાં એમએસપીની ગેરન્ટી કેમ આપવામાં નથી આવી? રાહુલે કહ્યું, મોદીજી ખેડૂતોને મૂડીવાદીઓના ગુલામ બનાવી રહ્યા છે, જેને દેશ ક્યારેય સફળ નહીં થવા દે.' ઉલ્લેખનીય થે કે લોકસભામાં પાસ થાય બાદથી પંજાબ અને હરિયાણામાં તેની વિરુદ્ધ પ્રદર્શનો ઝડપી થયા છે.

'મિત્રો'નો વેપારી વધારી રહ્યા છે મોદી'
બીજેપીના સહયોગી અકાળી દળના નેતા હરસિમરત કૌરે બિલના વિરોધમાં કેન્દ્રિય મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસે પણ તેને લઈને કેન્દ્ર સરકારનો વિરોધ કર્યો છે. રાહુલ ગાંધીએ આ પહેલા પણ ખેડૂતો માટે લવાયેલા આ બિલનો વિરોધ કરતા મોદી સરકાર પર હુમલો કર્યો હતો. તેમણે મોદી સરકાર પર પોતાના 'મિત્રો'નો વેપાર વધારવા અને ખેડૂતોની રોજી-રોટી પર વાર કરવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલે આ દરમિયાન કહ્યું હતું કે ખેડૂતોનો મોદી સરકાર પરથી ભરોસો ઉઠી ગયો છે. કારણ કે શરૂઆતથી જ મોદીજીની કરની અને કથણીમાં ફરક રહ્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદીજીએ ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું પરંતુ તેમની સરકાર કાળો કાયદો ખેડૂતો-ખેતી કરતા મજૂરોનું આર્થિક શોષણ કરવા માટે બનાવાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે જમીનદારીનું નવું રૂપ છે અને મોદીજી કેટલાક 'મિત્ર' ભારતના નવા જમીનદાર હશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો