એપશહેર

માર્ચ મહિનામાં હતા લગ્ન, એ પહેલા જ દેશ માટે શહીદ થઈ ગયો રાજસ્થાનનો લાલ

બુધવારે કાશ્મીરના રાજોરી સેક્ટરમાં પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં રાજસ્થાનના જોધપુર જિલ્લાનો જવાન શહીદ થઈ ગયો.

I am Gujarat 4 Feb 2021, 6:41 pm
જોધપુર: જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં નિયંત્રણ રેખા પર બુધવારે પાકિસ્તાન તરફથી વિના કારણે કરાયેલા ગોળીબારમાં રાજસ્થાનના જોધપુરનો લાલ શહીદ થઈ ગયો. મળેલી જાણકારી મુજબ, જોધપુર જિલ્લાના ખેજડલાનો વતની 21 વર્ષીય લક્ષ્મણ દેશની સરહદ પર દુશ્મનોના ગોળીબારનો બહાદુરીથી જવાબ આપતા ઘાયલ થયો. તે પછી તેને હોસ્પિટલ લઈ જવાયો, પરંતુ તેને બચાવી શકાયો નહીં. લક્ષ્મણ શહીદ થયાના અહેવાલ સાંભળતા જ ખેજડલા ગામમાં શોક છવાઈ ગયો છે. માર્ચ મહિનામાં લક્ષ્મણના લગ્ન થવાના હતા, પરંતુ એ પહેલા જ તે દેશ માટે શહીદ થઈ ગયો.
I am Gujarat Rajasthan Martyr


21 વર્ષના લક્ષ્મણ પિચકિયા રાજોરીમાં તેનાત હતો ત્રણ વર્ષ પહેલા જ તેની આર્મીમાં ભરતી થઈ હતી. તે પછી તેનું પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીરના રાજોરી ક્ષેત્રમાં હતું. શહીદ લક્ષ્મણના પિતા ખેતીકામ કરે છે. તેના ઘરમાં માતા-પિતા ઉપરાંત એક નાનો ભાઈ અને નાની બહેન છે. સમગ્ર પરિવાર અને કુટુંભના સભ્યો લક્ષ્મણના લગ્નને લઈને ઉત્સાહિત હતો. લગ્ન માટે લક્ષ્મણ 1 મહિનાની રજા પર ઘરે આવવાનો હતો. પરંતુ, વિધિ કંઈક અલગ જ મંજૂર હતું અને લક્ષ્મણ તો ઘરે ન આવ્યો, પણ તે શહીદ થયાના સમાચાર આવ્યા.

સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું કે, પાકિસ્તાનની સેનાએ રાજોરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં વિના કારણે ગોળીબાર શરૂ કરી દીધો. દુશ્મનના ગોળીબારનો આપણા જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો તેમણે જણાવ્યું કે, આ ગોળીબારમાં 21 વર્ષનો લક્ષ્મણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. તે પછી તેનું મોત થઈ ગયું. પ્રવક્તાએ કહ્યું કે, લક્ષ્મણ એક બહાદુર સૈનિક હતો. રાષ્ટ્ર તેના સર્વોચ્ચ બલિદાન અને કર્તવ્ય પ્રત્યે સમર્પણ માટે તેનું હંમેશા ઋણી રહેશે.

જણાવાયા મુજબ, ભારતીય સેનાએ પાકિસ્તાનને ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો. તેમાં સરહદ પર ભારે નુકસાનના અહેવાલ છે. તો, કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં આંતરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાનના રેન્જરોએ ગોળીબાર કર્યો. મંગળવારની રાત્રે પાક રેન્જરોએ ચક તિંબર, ચક સામન પોસ્ટોથી ભારતીય ક્ષેત્રના બોબિયામાં ગોળીબાર કર્યો. બુધવારે સવારે ચાર વાગ્યા સુધી ગોળીબાર ચાલતો રહ્યો. બીએસએફની 173 બટાલિયનના જવાનોએ પણ ગોળીબાર કરી જવાબ આપ્યો હતો.

આ વર્ષે નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી સંઘર્ષ વિરામના ઉલ્લંઘનની ઘટનામાં રાજસ્થાનના જોધપુર જિલ્લાનો લક્ષ્મણ શહીદ થનારો ચોથો જવાન છે. આ પહેલા જાન્યુઆરીમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાનના ગોળીબારમાં સેનાના ત્રણ જવાબ શહીદ થઈ ચૂક્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો