એપશહેર

ઈકો-ફ્રેન્ડલીઃ આ રાખડી ભાઈની સાથે કરે છે પર્યાવરણની પણ રક્ષા

Hitesh Mori | I am Gujarat 31 Jul 2019, 8:20 pm
રક્ષાબંધન નજીક આવી રહી છે ત્યારે માર્કેટમાં રાખડીની ખરીદી શરૂ થઈ ગઈ છે. ભાઈ-બહેનના આ પવિત્ર તહેવાર માટે આ વર્ષે એક નવી રાખડી આવી છે. જે કોઈ પ્લાસ્ટિક કે અન્ય મટીરિયલ નહી પરંતુ ગાયના છાણમાંથી બનાવવામાં આવી છે. આ રાખડી સંપૂર્ણ રીતે ઈકો-ફ્રેન્ડલી છે. રાખડીને ઉત્તર પ્રદેશના બિઝનોર સ્થિત શ્રીકૃષ્ણ ગૌશાળામાં બનાવવામાં આવે છે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો આ રીતે બનાવવામાં આવે છે રાખડી રિપોર્ટ મુજબ શ્રીકૃષ્ણ ગૌશાળામાં દેશી લાલા સિંધી ગાય છે. જેના છાણને રાખડીનો આકાર આપી સુકવવામાં આવે છે. ત્યાર પછી તેના પર ડેકોરેશન કરી સૂતરની દોરી જોડવામાં આવે છે. આ રાખડી છાણમાંથી બનાવવામાં આવતી હોવાથી પર્યાવરણને કોઈ નુકસાન નથી. થોડા દિવસ રાખડી બાંધ્યા બાદ તમે તેને જમીનમાં નાંખી શકો છો. હાલ ગૌશાળામાં 117થી વધુ ગાય છે. NRIએ આપ્યો આવો આઈડિયા ઈન્ડોનેશિયાથી નોકરી છોડી 52 વર્ષીય એનઆઈઆર અલ્કા કોઠી ભારત પરત ફર્યા છે. તેમણે બિઝનોર સ્થિત પિતાની ગૌશાળા જોઈ અને ગાયના છાણમાંથી ઈકો-ફ્રેન્ડલી રાખડી બનાવવાનો વિચાર આવ્યો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો