એપશહેર

પર્યાવરણ બચાવવા 75 વર્ષીય વૃદ્ધે એકલા હાથે કર્યું આવું પ્રેરણાદાયી કામ

નવરંગ સેન | I am Gujarat 3 Oct 2019, 3:03 pm
નવી દિલ્હીઃ હાલમાં સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગને લઈને ચર્ચાઓ ચાલી રહી છે અને આંદોલનો પણ થઈ રહ્યા છે. પર્યાવરણને બચાવવા માટે પ્રત્યેક દેશમાં કામ કરવામાં આવી રહ્યું છે. એક તરફ વિવિધ સરકારો વૃક્ષારોપણના અભિયાનો ચલાવી રહી છે. પરંતુ એવામાં રાજસ્થાનના એક વૃદ્ધે એવું કર્યું છે જેની કોઈ કલ્પના પણ કરી શકે તેમ નથી. પર્યવારણ બચાવવામાં એક વ્યક્તિ કેટલું યોગદાન આપી શકે છે તે જાણવું હોય તો જોધપુરના રાણારામ બિશ્નોઈને મળવું પડે અને તેમનામાંથી શીખવું પડે. 75 વર્ષીય રાણારામ છેલ્લા 50 વર્ષોથી વૃક્ષો વાવી રહ્યા છે અને અત્યાર સુધીમાં તેઓ 27,000 વૃક્ષો વાવી ચૂક્યા છે. ગ્લોબલ વોર્મિંગની ચિંતા કરી રહેલા વિશ્વ માટે રાણારામ એક મોટુ ઉદાહરણ અને પ્રેરણારૂપ છે. એક આઈએફએસ અધિકારીએ ટ્વિટર પર રાણારામ બિશ્નોઈની પ્રશંસા કરતા તેમના વિશે લખતા આ વાતની જાણ તમામ લોકોને થઈ છે. આઈએફએસ અધિકારી પરવીન કાસવાને ટ્વિટ કરીને લખ્યું છે કે જોધપુરના રાણારામ બિશ્નોઈનો મળો, 75 વર્ષની ઉંમરમાં તે ગામમાં ચારેય બાજુ વૃક્ષો વાવવાનું કામ કરી રહ્યા છે. છેલ્લા 50 વર્ષોથી તેઓ આ કામ કરી રહ્યા છે અને અત્યાર સુધી 27,000 વૃક્ષો વાવી ચૂક્યા છે. તેઓ ફક્ત વૃક્ષો વાવતા નથી પરંતુ તેને પાણી આપીને તેની સારસંભાળ પણ કરે છે. નોંધનીય છે કે પર્યાવરણની સુરક્ષા માટે ગુજરાત સરકારે પણ વૃક્ષારોપણનું અભિયાન હાથ ધર્યું છે અને દિલ્હીમાં પણ આવું અભિયાન ચલી રહ્યું છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો