એપશહેર

કોરોનાને ખતમ કરવા દિવસમાં 5 વખત હનુમાન ચાલીસાના પાઠ કરો: સાધ્વી પ્રજ્ઞા ઠાકુર

I am Gujarat 27 Jul 2020, 7:55 am
ભાજપના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે કોરોનાને ખતમ કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો આગ્રહ કર્યો છે. ભાજપના સાંસદે શનિવારે લોકોને 5 ઓગસ્ટ સુધી દિવસમાં પાંચ વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવા રહ્યું છે. તેમનું માનવું છે કે તેનાથી કોરોનાની મહામારી ખતમ થઈ જશે. દેશમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. કોરોના સંક્રમિતોની સંખ્યા 13.50 લાખને પાર પહોંચી ગઈ છે. જણાવી દઈએ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે 5 ઓગસ્ટે ભૂમિ પૂજન થવાનું છે, આ માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.
I am Gujarat pragya 1


ભોપાલથી ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ટ્વીટમાં લખ્યું- આવો આપણે બધા મળીને કોરોનાની મહામારીને ખતમ કરવા માટે લોકોના સારા સ્વાસ્થ્યની કામના માટે એક આધ્યાત્મિક પ્રયાસ કરીએ. આજ 25થી 5 ઓગસ્ટ સુધી રોજ સાંજે 7 વાગ્યે પોતાના ઘરોમાં હનુમાન ચાલીસાના 5 વખત પાઠ કરો. 5 ઓગસ્ટે અનુષ્ઠાનનું રામલલાની આરતી સાથે ઘરોમાં દિવા પ્રજ્વલિત કરીને સમાપન કરો.

પ્રજ્ઞા ઠાકુરે ટ્વિટર પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેમણે કહ્યું કે, મધ્ય પ્રદેશની બીજેપી સરકાર કોરોનાને ફેલાતો રોકવાનો પ્રયાસ કરી રહી છે, જે અંતર્ગત ભોપાલમાં 4 ઓગસ્ટ સુધી લોકડાઉન કરવામાં આવી રહ્યું છે.

ઠાકુરે કહ્યું, જ્યારે લોકો... દેશભરમાં હિન્દુ એક સ્વરમાં 'હનુમા ચાલીસા'નો પાઠ કરશે તો નિશ્ચિત રૂપથી આ કામ કરશે અને આપણે કોરોના વાયરસથી મુક્ત થઈશું... આ ભગવાન રામને તમારી પ્રાર્થના હશે.'

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો