એપશહેર

જોશીમઠ અને તેની આસપાસના વિસ્તારોમાં દર વર્ષે 2.5 ઈંચ બેસી રહી છે જમીનઃ રિપોર્ટમાં ખુલાસો

જોશીમઠનો મુદ્દો હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ દ્વારા રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. આ રિસર્ચમાં સામે આવ્યું કે, જોશીમઠ અને તેની આસપાસના વિસ્તારોમાં દર વર્ષે અઢી ઈંચ જમીન બેસી રહી છે.બે વર્ષ સુધી એકત્ર કરવામાં આવેલી સેટેલાઈટ તસવીરોથી આ વિગત સામે આવી છે. બીજી તરફ, મંગળવારે ક્ષતિગ્રસ્ત મકાનો, હોટલો અન ઈમારતોને તોડી પાડવાની પ્રક્રિયા થઈ શકી નહોતી.

Curated byમનીષ કાપડિયા | I am Gujarat 11 Jan 2023, 8:44 am

હાઈલાઈટ્સ:

  • જોશીમઠ અને આસપાસના વિસ્તારોની જમીન બેસી રહી છે
  • એક સંસ્થા દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં આ વાતનો ખુલાસો થયો છે
  • જોશીમઠ અને આસપાસના વિસ્તારોમાં દર વર્ષે અઢી ઈંચ જમીન બેસી રહી છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat joshimath ground sinking
એક સંસ્થા દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં આ વાતનો ખુલાસો થયો છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ દ્વારા બે વર્ષના એક રિસર્ચમાં સામે આવ્યું કે, જોશીમઠ અને તેની આસપાસના વિસ્તારોમાં દર વર્ષે 6.5 સેમી કે 2.5 ઈંચના દરથી જમીન બેસી રહી છે. દહેરાદૂન સ્થિતિ સંસ્થા દ્વારા સેટેલાઈટ ડેટાનો ઉપયોગ કરતા આ રિસર્ચ કરવામાં આવ્યું છે. જોશીમઠમાં હાલ અનેક ઘરોમાં તિરાડો પડ્યા બાદ દેશભરમાં તેની ચર્ચા થઈ રહી છે અને સરકાર દ્વારા લોકોને સુરક્ષિત બચાવા માટે અનેક પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. આ તિરાડો માટે જોશીમઠના સ્થાનિક લોકોએ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન કે એનટીપીસીની તપોવન યોજનાને જવાબદાર ઠેરવ્યા છે. જુલાઈ 2020થી માર્ચ 2022 સુધી એકત્ર કરવામાં આવેલી સેટેલાઈટ તસવીરોથી સામે આવ્યું કે, સમગ્ર વિસ્તાર ધીરે ધીરે બેસી રહ્યો છે. સેટેલાઈટ તસવીરમાં લાલ બિંદુઓ બેસી રહ્યા હોય એવા ભાગને દર્શાવે છે. આ ડેટાથી સામે આવ્યું કે, આ લાલ બિંદુઓ આખી ઘાટીમાં ફેલાયેલા છે અને માત્ર જોશીમઠ પૂરતા જ સિમિત નથી.
731 ઘરોમાં પડી ગઈ તિરાડો
બીજી તરફ, ક્ષતિગ્રસ્ત ઈમારાતોને તોડી પાડવાની કાર્યવાહી મંગળવારે થઈ શકી નહોતી. હોટલના માલિકો દ્વારા સરકારની આ કાર્યવાહીનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. હોટલના સંચાલકો આ કાર્યવાહીને લઈ વળતરની માગણી કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શન બાદ તંત્રએ નિર્ણય લીધો કે જે ઘરો અને હોટલોમાં તિરાડો પડી છે તેને તોડી પાડવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં નહીં આવે. તોડી પાડવાની પ્રક્રિયા મેન્યુઅલી કરવામાં આવશે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, તંત્ર વન ટાઈમ સેટલમેન્ટ પ્લાન પર પણ વિચાર કરી રહી છે. સરકારે મકાનોને તોડી પાડવા માટે યોગ્ય યોજના બનાવવા માટે સીબીઆરઆઈની એક ટીમ બોલાવી છે. મહત્વનું છે કે, જોશીમઠમાં અત્યાર સુધીમાં 731 ઘરોમાં તિરાડો પડી ગઈ છે.
સ્કૂલ બસના ડ્રાઈવરે એવો ટર્ન લીધો કે ચાર વર્ષની બાળકી દરવાજાની બહાર ફેંકાઈ, માસૂમે ઘટનાસ્થળે જ દમ તોડ્યો
500 ઘરોમાં વીજ તંગી
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે સોમવારે માઉન્ટ વ્યૂ અને માલારી ઈન હોટલોનો તોડી પાડવાનો નિર્ણય લીધો હતો. આ બંને હોટલોમાં મોટી સંખ્યામાં તિરાડો પડી ગઈ છે અને બંને એકબીજા તરફ નમી પણ ગઈ છે. જેનાથી તેની આસપાસમાં આવેલી ઈમારતો પર સંકટ તોળાયુ છે. આ વિસ્તારોમાં બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે અને હોટલોની આસપાસના મકાનોમાં વીજળીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. જેનાથી લગભગ 500 ઘરો વીજ તંગીનો સામનો કરી રહ્યા છે.
હૈદરાબાદમાં અગ્નિવીરોની પ્રથમ બેંચની ટ્રેનિંગનો થયો પ્રારંભ, આશરે 40 હજાર યુવાનોએ લીધો ભાગ
જમીન બેસી જવાથી પ્રભાવિત થયા 723 ઘરો
આ દરમિયાન જોશીમઠના લોકો ઘરમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હોવાથી અત્યાર સુધીમાં 600 પરિવારનો અસ્થાયી રાહત કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે. તો જોશીમઠમાં તિરોડા પડવાની અને જમીન બેસી જવાથી પ્રભાવિત થયેલા ઘરોની સંખ્યા 723 થઈ ગઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ચમોલી યુનિટે મંગળવારે એક બુલેટિનમાં આ જાણકારી આપી હતી. આ વિસ્તારમાં 86 ઘરોને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા તંત્રએ આવા ઘરોની બહાર લાલ ચિહ્નો પણ લગાવ્યા છે. માલારી ઈનના માલિક ઠાકુર સિંહે કહ્યું કે, મને સવારે પેપર વાંચ્યા બાદ આ વાતની ખબર પડી. કોઈ પણ જાતની નોટિસ આપવામાં આવી નથી. જો સરકારે મારી હોટલને અસુરક્ષિત સમજી છે તો તેને તોડવાના નિર્ણય લેતા પહેલાં વન ટાઈમ સેટલમેન્ટ યોજના લાવવી જોઈતી હતી.
Latest National News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story