એપશહેર

RPF કોન્સ્ટેબલે પોતાનો જીવ ગુમાવી રેલવે ટ્રેક ક્રોસ કરતી 3 મહિલાના જીવ બચાવ્યા

Hitesh Mori | TNN 23 Apr 2019, 5:06 pm
સોમરીત ભટ્ટાચાર્ય, નવી દિલ્હીઃ RPFના કોન્સ્ટેબલ જગબીર સિંહ રાણાએ પોતાનો જીવ ગુમાવીને આઝાદપુર નજીક રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલી 3 મહિલાઓના જીવ બચાવ્યા છે. આ ઘટના રવિવારે રાત્રે બની હતી. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો રેલવે DCP ડી.કે. ગુપ્તાએ જણાવ્યું છે કે, ‘રાત્રે 9.45 વાગ્યાની આસપાસ રાણા(51) રેલવે ટ્રેક નજીક પેટ્રોલિંગ કરી રહ્યા હતા. RPF(રેલવે પ્રોટેક્શન ફોર્સ) દ્વારા લૂંટ અને ચોરીની ઘટનામાં તપાસ અર્થે ટીમ ઉતારવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓ પોતાના વિસ્તારમાં ચાલતા પેટ્રોલિંગ કરી રહ્યા હતા.’ રાણાના સાથી કર્મચારીઓએ જણાવ્યું કે, ‘રાણાએ જોયું કે જે ટ્રેક પર શતાબ્દી પૂર ઝડપે આવી રહી હતી તે ટ્રેકને મહિલાઓ ક્રોસ કરી રહી હતી. જેથી રાણા તેમની તરફ દોડ્યા તેમને બુમો પાડી બીજી તરફ ટ્રેનના લોકો પાયલટે પણ હોર્ન લગાવ્યા પરંતુ મહિલાઓએ સાંભળ્યાં નહીં. જેથી રાણાએ ધક્કો મારી મહિલાઓને ટ્રેક પરથી દૂર કરી અને તે ખુદ ટ્રેનની અડફેટે આવી ગયા.
આ ઘટના બાદ મહિલાઓએ આઝાદપુર સ્ટેશનના RPF કંટ્રોલ રૂમ જાણ કરી. GRP અને RPFની ટીમ ઘટના સ્થળે પહોંચીને જોયું તો રાણાનું મોત થઈ ગયું હતું. ત્યાર બાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. રાણાનો પરિવાર હરિયાણાના કુતબગંજમાં રહે છે. છેલ્લા પાંચ વર્ષથી તેમની પોસ્ટિંગ દિલ્હી યુનિટમાં થઈ હતી. તેમની પાછળ હવે વિધવા પત્ની અને બે બાળકો છે. પોલીસે જણાવ્યું કે કલમ174 અને CrPC દ્વારા હાલ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનામાં લોકો પાયલટનું પણ નિવેદન લેવામાં આવશે. પોલીસે મહિલાનું પણ નિવેદન લીધું છે. તપાસ દરમિયાન જો મહિલાએ રેલવેની પ્રોપર્ટીમાં ટ્રેસપાસિંગ કર્યું હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો