એપશહેર

Bennett Universityના વિદ્યાર્થીઓએ કોરોના સામે લડવા બનાવેલી 'સેફ કી' બની ટોપ સેલર

આ ચાવીથી તમે દરવાજો ખોલવા, હેન્ડલ ઉપર-નીચે કરવા, એટીએમ અને એલિવેટર્સમાં બટન દબાવવવા સહિતના કામ કરી શકો છો અને ચેપ લાગવાનો ડર રહેતો નથી.

I am Gujarat 27 Jul 2020, 7:04 pm
Bennett Universityના એક વિદ્યાર્થીએ કોવિડ-19 મહામારી દરમિયાન કોન્ટેક્ટ લેસ સેફ્ટી ટૂલ બનાવ્યું હતું, જે એમેઝોન પર બેસ્ટ સેલર બન્યું છે.
I am Gujarat C-Safekey


સરળ અને નવીન પ્રોડક્ટ 'C-Safekey'એ બીબીએના સ્ટૂડન્ટ ઝૈદ નૈમનો આઈડિયા છે. આ ટૂલથી દરવાજો ખોલી શકાય છે, હેન્ડલ ટર્ન કરી શકાય છે, એલિવેટર કે એટીએમમાં ચાવીને પંચ કરી શકાય છે અને તે પણ કોઈ વસ્તુના સીધા કોન્ટેક્ટમાં આવ્યા વિના.

આ સરળ છતાં અસરકારક વિચારને બેનેટ Bennet Hatcheryમાં વાસ્તવિક સ્વરૂપ અપાયું છે, કે જે યુનિવર્સિટીનું ઈન્ક્યુબેટર છે, જ્યાં તજજ્ઞ પ્રોફેસરો વિદ્યાર્થીઓના વિચારોને વાસ્તવિક રૂપ આપવામાં મદદ કરે છે.

ઝૈદને બેનેટ યુનિવર્સિટી (BU)ના સેન્ટર ફોર ઈનોવેશન એન્ડ આંત્રપ્રિન્યોરશિપ અને બેનેટ હેચરીના ફેકલ્ટી મેમ્બર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બેનેટ યુનિવર્સિટીના CIE (સેન્ટર ફોર ઈનોવેશન એન્ડ આંત્રપ્રિનોયરશિપ)ના સીનિયર મેનેજર મનિષ માથુરે જણાવ્યું કે, 'બેનેટ યુનિવર્સિટીમાં અમારી પાસે ઉદ્યમી માનસિકતા ધરાવતા વિદ્યાર્થીઓ છે, જેમને અમે સેન્ટર ફોર ઈનોવેશન એન્ડ આંત્રપ્રિન્યોરશિપ (CIE)માં વધારે નિખારીએ છીએ, જે તેમને સફળ બિઝનેસ કરવામાં મદદરૂપ બને છે. ઝૈદ બિઝનેસ બેકગ્રાન્ડમાંથી આવે છે કે જે કોરોના મહામારીમાં પણ આફતને અવસરમાં પલટી શકે છે.'

સોલિડ બ્રાસ એલોયમાંથી બનેલા આ ટૂલમાં એન્ટીમાઈક્રોબાયલ પ્રોપર્ટીઝ છે, કેમકે તેમાં 70 ટકા કોપર કમ્પોઝિશન છે જે સંક્રમણથી બચાવે છે. C-Safekey દરવાજો ખોલવા, લીવર-ટાઈપ હેન્ડલ્સને ઉપર-નીચે કરવા માટે, એલિવેટર્સ અને એટીએમના બટન પ્રેસ કરવા માટે અને બીજા ઘણા કામ માટે ઉપયોગમાં લઈ શકાય છે. ખાસ કરીને, તેની આગળની બાજુએ આવેલો સ્ટાઈલસ પોઈન્ટ કોઈપણ પ્રકારની ટચસ્ક્રીન માટે ઉપયોગ કરી શકાય છે. તેની સુવિધાયુક્ત ડિઝાઈન, હળવું વજન અને સુવિધાનજક નાની C-Safekey સંક્રમિત સપાટીના સંપર્કમાં આવતા બચાવે છે અને તે તમારા કીચેઈનમાં લગાવી શકાય છે કે તમારી બેગમાં રાખી શકાય તેવી છે.

BU દ્વારા અસરકારક શિક્ષણ અને રીસર્ચ એન્ગેજમેન્ટ્સ માટે એડવાન્સ ટેકનોલોજી સાથેના ડિજિટલ ઈનિટિએટિવ્સનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ઝૈદ લોકડાઉન દરમિયાન C-Safekey બનાવવા અને લોન્ચ કરવા માટે મેન્ટર્સના સંપર્કમાં રહી શક્યો.

BUના સેન્ટર ફોર ઈનોવેશન એન્ડ આંત્રપ્રિન્યોરશિપના એકેડેમિક એન્ડ રિસર્ચ હેડ ડો. વિનોદ શાસ્ત્રીએ જણાવ્યું કે, 'નો-ટચ કાયદાના ફ્રસ્ટ્રેશનમાંથી બહાર આવવા કુલ C-Safekeyનો ઉપયોગ કરો અને લોકડાઉન બાદની નવી દુનિયામાં સ્ટાઈલથી એન્ટ્રી કરો. અલ્ટ્રા-સ્લિક ફિનિશિંગ અને ડિઝાયરેબલ લુક્સ સાથે C-Safekey એ લોકો માટે કોરોના ફેલાયા પછીની ચોક્કસ બેસ્ટ ગિફ્ટ છે, જેમની તમે ખરેખર ચિંતા કરો છો, ખાસ કરીને તમારા સ્ટાફ અને ટીમ મેમ્બર્સ.'

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રુપ દ્વારા વર્ષ 2016માં સ્થાપિત કરાયેલી બેનેટ યુનિવર્સિટીના-હાઉસ બિઝનેસ ઈન્ક્યુબશન સેન્ટર ઈન બેનેટ હેચરી અંતર્ગત સમૃદ્ધ સ્ટાર્ટ-અપ સંસ્કૃતિ રહી છે. આ હેચરી દેશમાં થતી સ્પર્ધાઓ, ગ્લોબલ બૂટ-કેમ્પ્સ, એક્સલરેટરની મુલાકાત, સ્ટાર્ટઅપ્સ/VCs સાથે નવીન આંત્રપ્રિન્યોર માટે વાર્તાલાપ કરવાની સુવિધા પણ પૂરી પાડે છે. ટૂંકમાં 3 વર્ષના ઈતિહાસમાં બેનેટ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓના સ્ટાર્ટ-અપ્સે 30 લાખ રૂપિયાથી વધુ ફંડ ભેગું કરી લીધું છે અને કોમર્શિયલ ઓપરેશન્સ ચલાવી રહ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો