એપશહેર

આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં અર્ણબ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટે આપ્યા વચગાળાના જામીન

સુપ્રીમ કોર્ટે અર્ણબ ગોસ્વામી સાથે અન્ય બે આરોપીઓને પણ 50-50 હજારના અંગત બોન્ડ પર જામીન આપ્યા છે

I am Gujarat 11 Nov 2020, 7:21 pm
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે રિપબ્લિક ટીવીના મુખ્ય સંપાદક અર્ણબ ગોસ્વામીને વચગાળાના જામીન આપી દીધા છે. જેમાં બે વર્ષ પહેલા એક ઇન્ટિરિયર ડિઝાઇનર અને તેની માતાની આત્મહત્યા કરવાનો આરોપ છે. ગોસ્વામી અને અન્ય બે આરોપી નીતીશ સારાડા અને પ્રવીણ રાજેશ સિંહને 50-50 હજારના અંગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. આ પહેલા અર્ણબને બોમ્બે હાઇકોર્ટે રાહત આપી ન હતી.
I am Gujarat sc grants interim bail to republic tvs arnab goswami
આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં અર્ણબ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટે આપ્યા વચગાળાના જામીન


વચગાળાની જામીન અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું કે આ રીતે વ્યક્તિની વ્યક્તિગત સ્વતંત્રતા પર પ્રતિબંધો લાદવો એ ન્યાયની મજાક ઉડાવવા જેવું છે. જસ્ટિસ ધનંજય વાય. ચંદ્રચુડ અને ન્યાયાધીશ ઇન્દિરા બેનર્જીની ખંડપીઠે કહ્યું કે, જો રાજ્ય સરકારો લોકોને નિશાનો બનાવેછે તો તેઓએ સમજવું જોઇએ કે નાગરિકોની સ્વતંત્રતાની સુરક્ષા માટે સુપ્રીમ કોર્ટ છે. સર્વોચ્ચ અદાલતે ચિંતા વ્યક્ત કરી હતી કે રાજ્ય સરકારો વિચારધારા અને મંતવ્યના મતભેદોના આધારે કેટલાક લોકોને નિશાન બનાવી રહી છે.

અર્ણબ ગોસ્વામીની વચગાળાની જામીન અરજીની સુનાવણી કરતાં ખંડપીઠે જણાવ્યું હતું કે, "અમે જોઈ રહ્યા છીએ કે એક પછી એક એવા કેસ છે જેમાં હાઈકોર્ટ જામીન નથી આપી રહી અને તેઓ લોકોની સ્વતંત્રતા, સ્વાતંત્ર્યની સુરક્ષા કરવામાં નિષ્ફળ ગયા છે.' કોર્ટે રાજ્ય સરકાર પાસેથી એ જાણવાની માંગ કરી કે શું ગોસ્વામીની કસ્ટડીમાં પૂછપરછ કરવાની કોઈ જરૂર છે કારણ કે તે વ્યક્તિગત સ્વતંત્રતા સાથેનો સંબંધિત કેસ છે.

ખંડપીઠે ટીપ્પણી કરી હતી કે ભારતીય લોકશાહી અસાધારણ રીતે સ્થિતિસ્થાપક છે અને મહારાષ્ટ્ર સરકારે આ બધાને અવગણવું જોઈએ. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, 'તેમની વિચારધારા ગમે તે હોય, ઓછામાં ઓછું હું તેમની ચેનલ જોતો નથી, પરંતુ જો બંધારણીય અદાલત આજે આ મામલે દખલ નહીં કરે તો આપણે નિર્વિવાદ રીતે વિનાશ તરફ આગળ વધીશું.' ખંડપીઠે કહ્યું, 'સવાલ એ છે કે, શું તમે આક્ષેપોને કારણે વ્યક્તિને તેની વ્યક્તિગત સ્વતંત્રતા નકારી શકશો?' કોર્ટે કહ્યું, 'જો સરકાર આ આધારે લોકોને નિશાનો બનાવશે...તમે ટેલિવિઝન ચેનલને નાપસંદ કરી શકો છો .... પણ એવું ન થવું જોઈએ.'

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો