એપશહેર

'ગર્લફ્રેન્ડ'ના રૂમમાં ડ્રામા: પત્ની સાથે મારઝૂડ કરનાર સીનિયર IPS સસ્પેન્ડ

મારઝૂડનો વિડીયો સામે આવ્યા પછી શિવરાજ સરકારે સીનિયર IPS પુરુષોત્તમ શર્માને પદ પરથી હટાવી દીધા છે અને તેઓને ગૃહ વિભાગની સાથે અટેચ કરી દીધા છે.

I am Gujarat 28 Sep 2020, 4:04 pm
ભોપાલ: મધ્યપ્રદેશના સીનિયર IPS પુરુષોત્તમ શર્માનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો તેમના પત્નીએ તેમની ગર્લફ્રેન્ડના ફ્લેટ પર બનાવ્યો હતો. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયા પછી સીનિયર IPS પુરુષોત્તમ શર્મા ભડકી ઉઠ્યા હતા અને પત્ની સાથે ઘરમાં મારઝૂડ કરી હતી. આ વિડીયો સામે આવ્યા પછી તેમણે સ્પષ્ટતા કરી છે કે હું જ્યાં જતો હતો ત્યાં મારી પત્ની પાછળ-પાછળ આવતી હતી. મારઝૂડનો વિડીયો સામે આવ્યા પછી શિવરાજ સરકારે સીનિયર IPS પુરુષોત્તમ શર્માને પદ પરથી હટાવી દીધા છે અને તેઓને ગૃહ વિભાગની સાથે અટેચ કરી દીધા છે.
I am Gujarat q1


અહીં નોંધનીય છે કે આ વિડીયો સામે આવ્યા પછી સીનિયર IPS પુરુષોત્તમ શર્માએ ઘરમાં પત્ની સાથે મારઝૂડ કરી હતી. જ્યારે બીજી બાજુ, ગૃહમંત્રી નરેન્દ્ર મિશ્રાએ પણ આ મુદ્દે નિવેદન આપ્યું છે. જ્યારે, સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે જે લોકો કાયદો હાથમાં લેશે તેઓને છોડવામાં નહીં આવે.

સીનિયર IPS પુરુષોત્તમ શર્માનો વિડીયો સામે આવ્યા બાદ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે સીનિયર IPS પુરુષોત્તમ શર્માને બરતરફ કરીને જેલમાં મોકલી દેવા જોઈએ.

જ્યારે સીનિયર IPS પુરુષોત્તમ શર્માએ એક ન્યૂઝ ચેનલની સાથે આ મુદ્દે વાત કરતા કહ્યું કે મેં કોઈ ગુનો કર્યો નથી. આ મારો પારિવારિક મુદ્દો છે. તે મારા પૈસાનો ઉપયોગ કરે છે અને વિદેશની યાત્રા કરે છે. પત્નીએ ઘરમાં દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવ્યા છે અને તે હંમેશાં મારી પાછળ-પાછળ આવે છે. પત્ની અને દીકરો જણાવી શકે કે તેમણે વિડીયો કેમ વાયરલ કર્યો છે.

સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં સીનિયર IPS પુરુષોત્તમ શર્મા તેમની મહિલા મિત્રના ઘરમાં બેઠા હતા. ત્યાં તેમની પત્ની પહોંચી જાય છે. પત્ની ત્યાં પહોંચતા જ પુરુષોત્તમ શર્મા ત્યાંથી ચાલવા લાગે છે. પુરુષોત્તમ શર્માએ કહ્યું કે તેઓ ત્યાંથી નીકળ્યા પછી તેમની પત્નીએ તે મહિલાની પૂછપરછ કરી હતી. બાદમાં પુરુષોત્તમ શર્માના ઘરમાં આ મુદ્દે તેમની પત્ની સાથે વિવાદ થયો હતો. બાદમાં તેમણે પત્ની સાથે મારઝૂડ કરી હતી. આ વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો