એપશહેર

ગુજરાતમાં હાલ ઠંડી ઘટી, પણ આગામી દિવસોમાં શરૂ થશે બીજો રાઉન્ડ

ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર ઘટ્યું છે. અમદાવાદ શહેરમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ વાતાવરણ પલટો જોવા મળી રહ્યો છે.

I am Gujarat 1 Jan 2021, 11:15 pm
નવી દિલ્હી: હાલ શિયાળાની ઋતુમાં આખા ઉત્તરભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે અને નવા વર્ષના પ્રથમ દિવસે ઘણાં સ્થળે ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસના વધારાની સાથે તારીખ 3 જાન્યુઆરી સુધીમાં ઠંડીમાં રાહત મળી શકે છે.
I am Gujarat q13


હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારતના ઘણાં હિસ્સાઓમાં શીત લહેર ચાલી રહી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, પશ્ચિમી ઉત્તરપ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં આગામી 24 કલાક આ પ્રકારની સ્થિતિ રહેશે. જમ્મુ-કાશ્મીરમાં પણ ભારે વરસાદ અથવા બરફવર્ષા થઈ શકે છે.

દેશની રાજધાની દિલ્હીમાં શીત લહેરના કારણે ન્યૂનતમ તાપમાન 1.1 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું જે 15 વર્ષોમાં સૌથી ઓછું છે. જ્યારે ગત વર્ષે જાન્યુઆરીમાં ન્યૂનતમ તાપમાન 2.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જ્યારે હવે દિલ્હીમાં આગામી કેટલાંક કલાકોમાં વરસાદ પડવાની સંભાવના છે.

ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર ઘટ્યું છે, પણ આગામી દિવસોમાં શરૂ થશે બીજો રાઉન્ડ. અમદાવાદ શહેરમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ વાતાવરણ પલટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ કડકડતી ઠંડી પડી છે. ખાસ કરી દરિયાકિનારાના વિસ્તાર કોડિનાર, સોમનાથ, પોરબંદર, માધુપુર વગેરેમાં ઠંડીએ માઝા મૂકી છે. નલિયામાં લઘુત્તમ તાપમાન નોંધાયું છે તો રાજસ્થાનના માઉન્ટ આબુમાં પણ માઈનસમાં પારો પહોંચી ગયો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો