એપશહેર

શિવસેનાના મંત્રીએ હેમા માલિનીના ગાલ સાથે કરી રસ્તાની સરખામણી, માફી માંગવી પડી

‘રસ્તા હેમા માલિનીના ગામ જેવા નહીં હોય તો રાજીનામું આપી દઈશ’, મહિલા આયોગે કાર્યવાહીની ચીમકી આપી તો નેતાએ આ પ્રકારનું નિવેદન આપવા બદલ માફી માંગી.

I am Gujarat 20 Dec 2021, 12:11 pm

હાઈલાઈટ્સ:

  • મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેના નેતાએ કરી વિવાદાસ્પદ ટિપ્પણી.
  • મત વિસ્તારના રસ્તાની સરખામણી હેમા માલિનીના ગાલ સાથે કરી.
  • મહિલા આયોગે કાર્યવાહીની ચીમકી આપતા જાહેરમાં માફી માંગી.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat pablo - 2021-12-20T121023.367
મુંબઈ- મહારાષ્ટ્રના મંત્રી અને વરિષ્ઠ શિવસેના નેતા ગુલાબરાવ પાટિલે પોતાના વિધાનસભા ક્ષેત્ર જલગાવ જિલ્લાના રસ્તાની સરખામણી અભિનેત્રી અને સાંસદ હેમા માલિનીના ગાલ સાથે કરી હતી. તેમના આ વિવાદાસ્પદ નિવેદન પછી વિવાદ ઉભો થયો હતો. રાજ્યના મહિલા આયોગ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો અને ત્યારપછી મંત્રીએ પોતાના નિવેદન પર માફી માંગી છે. ગુલાબરાવ પાટિલની કથિત ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. તેમણે તાજેતરમાં જ જિલ્લાના બોધવાડ નગરમાં પંચાયતની ચૂંટણી દરમિયાન એક બેઠકના સંબોધનમાં આ વાત કહી હતી.
કોરોના જશે કે નહીં? છ મહિના પછી દિલ્હીમાં સૌથી વધુ નવા કેસ, મહારાષ્ટ્રમાં પણ ઓમિક્રોન વકર્યો
ઉલ્લેખનીય છે કે ગુલાબરાવ પાટિલ લાંબા સમયથી જલગાવ સીટના ધારાસભ્ય છે. ભાજપના પૂર્વ નેતા એકનાથ ખડસે પર નિશાન સાધવા માટે તેમણે કહ્યું કે, તેઓ 30 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા, તેમણે મારા વિધાનસભા વિસ્તારમાં આવીને રસ્તા જોવા જોઈએ. જો તે રસ્તા હેમા માલિનીના ગાલ જેવા નહીં હોય તો હું રાજીનામું આપી દઈશ. પોતાના ભાષણ દરમિયાન ગુલાબરાવ પાટિલે પોતાના વિરોધીઓને તેમના વિધાનસભા વિસ્તારના સારી ગુણવત્તાના રસ્તા જોવાની નસીહત કરી હતી.

છોકરીઓ માટે લગ્નની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવાના વિરોધમાં કેમ છે કોંગ્રેસ પાર્ટી?
રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રુપાલી ચાકણકરે મંત્રીના નિવેદનને ધ્યાનમાં લીધું અને ચેતવણી આપી કે જો તેઓ આ બાબતે માફી નહીં માંગે તો તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ ચેતવણી મળ્યાના ગણતરીના કલાકોમાં ગુલાબરાવ પાટિલે પોતાના નિવેદન બદલ માફી માંગી હતી. ઉલ્લેખનીય છે કે અવારનવાર નેતાઓ દ્વારા પોતાની રેલીઓમાં, ઈન્ટર્વ્યુમાં, સંબોધનોમાં મહિલાઓની લાગણી દુભાય તેવા નિવેદનો આપવામાં આવતા હોય છે. હેમા માલિની અભિનેત્રી અને મંત્રી છે તેટલા માટે જ નહીં, પરંતુ એક મહિલા તરીકે પણ આ તેમના માટે અપમાનજનક બાબત છે.

Read Next Story