એપશહેર

લગ્નમાં હાજરી આપવા માટે દુબઈથી કેરળ આવી પહોંચ્યું કૂતરું, પોણા બે લાખનો થયો ખર્ચો!

આખરે ઘણાં પ્રયાસ બાદ આ કૂતરાને દુબઈથી કેરળ લાવવામાં આવ્યું, કુલ 26 કલાકની મુસાફરી પછી આ કૂતરું કેરળ આવી પહોંચ્યું છે.

I am Gujarat 29 Oct 2020, 6:55 pm
કોટ્ટયમ, કેરળ: કલાકોની મુસાફરી કરીને એક કૂતરું દુબઈથી બેંગલુરુ પહોંચ્યું અને ત્યારપછી તે ગાડીમાં કેરળ માલિકના ત્યાં પહોંચ્યું. આ કૂતરું હાલ 7 વર્ષનું છે અને જ્યારે તે એક મહિનાનું હતું ત્યારથી રુપા કુરિયન અને તેમના દીકરી માલવિકા કુરિયન સાથે દુબઈમાં રહેતું હતું. જ્યારે રુપા કુરિયન અને તેમના દીકરી માલવિકા કુરિયન દુબઈથી કેરળ આવ્યા ત્યારે સાથે કૂતરું લઈને આવ્યા નહોતા.
I am Gujarat q7


હવે જ્યારે ડિસેમ્બરમાં રુપા કુરિયનની દીકરી માલવિકાના કેરળમાં લગ્ન છે ત્યારે કૂતરું તે સમયે કેરળમાં હાજર રહે તે માટે તેને દુબઈથી ફ્લાઈટમાં લવાયું. આ પાછળ પરિવારને રૂપિયા 1 લાખ 75 હજારનો ખર્ચો થયો છે. આ વિશે વાત કરતા રુપા કુરિયને જણાવ્યું કે હું અને મારી દીકરી લોકડાઉનમાં દુબઈથી કેરળ પરત આવ્યા હતા. પરંતુ, કૂતરાને સાથે લાવી શક્યા નહોતા. અમે આ કૂતરાને દુબઈમાં મારી બહેનના ઘરે મૂકીને આવ્યા હતા.

આખરે ઘણાં પ્રયાસ બાદ આ કૂતરાને દુબઈથી કેરળ લાવવામાં આવ્યું, કુલ 26 કલાકની મુસાફરી પછી આ કૂતરું કેરળ આવી પહોંચ્યું છે. સૌપ્રથમ દુબઈથી આ કૂતરું ફ્લાઈટમાં બેંગલુરુ આવી પહોંચ્યું હતું કે જ્યાં પ્રાણીઓના ડોક્ટરની મેડિકલ ટીમે તેની તપાસ કરી. પછી આ કૂતરાને ગાડીમાં કેરળ સુધી ઘરે લાવવામાં આવ્યું. આ વિશે વાત કરતા તે કૂતરાના માલિક રુપા કુરિયને જણાવ્યું કે કૂતરાએ દુબઈથી કેરળની મુસાફરી દરમિયાન ફૂડ લીધું નહોતું. જ્યારે તેને બેંગલુરુથી કેરળ ગાડીમાં લાવવામાં આવ્યું ત્યારે દર 5 કલાકે ગાડી ઊભી રાખીને કૂતરાને થોડું ફેરવવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું કે ઘણી ઓછી ફ્લાઈટમાં કૂતરા માટેનો અલગ વિભાગ હોય છે. અને ભારતમાં ઘણાં ઓછા એરપોર્ટ પર એ પ્રકારની સુવિધા છે કે જ્યાં કૂતરાને પણ પેસેન્જરની માફક ક્લિયરિંગ કરવામાં આવે છે. આ કૂતરું દુબઈથી કેરળ આવી ગયું છે અને હવે અમારી સાથે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો