એપશહેર

કોરોનાગ્રસ્ત પુત્ર હોસ્પિટલમાં, આઘાતમાં માતાનું મોતઃ પરિવારે અંતિમ સંસ્કારની ના પાડી

કોરોના કાળમાં માનવીય અને સામાજિક સંબંધોને પણ ચેપ લાગી ગયો હોય તેવી ઘણી ઘટનાઓ બની રહી છે

I am Gujarat 16 May 2021, 5:34 pm
કોરોના કાળમાં માનવીય અને સામાજિક સંબંધોને પણ ચેપ લાગી ગયો હોય તેવી ઘણી ઘટનાઓ બની રહી છે. ઘણી એવી ઘટનાઓ સામે આવી છે જેમાં કોરોનાથી થતાં મોત બાદ પરિવારજનો જ અંતિમ સંસ્કાર કરવાની ના પાડી દે છે. બિહારમાં અરરિયા જિલ્લાના ફારબિસગંજમાં એક ઘટના સામે આવી છે. સ્ટેશન ચોક નિવાસી અશોક ભગત કોરોનાથી ચેપગ્રસ્ત થઈને હોસ્પિટલમાં ભરતી થયા હતા. પુત્ર હોસ્પિટલમાં દાખલ થયાના એક દિવસ બાદ આઘાતમાં માતાનું પણ મોત થયું હતું.
I am Gujarat bihar corona


વૃદ્ધ મહિલાના મોત બાદ એક દિવસ સુધી તેમનો મૃતદેહ ઘરમાં પડી રહ્યો હતો. સમાજના લોકો સાથે સ્વજનોએ પણ કોરોનાના ડરથી અંતિમ સંસ્કાર કરવાની ના પાડી દીધી હતી. બાદમાં નગર પરિષદ વહિવટી તંત્રએ મૃત્યુના બીજા દિવસે સુભાષ ચોક સ્મશાન ઘાટ પર મહિલાના અંતિમ સંસ્કાર કર્યા હતા. જોકે, આફતને અવસર માની રહેલા નગર પરિષદના કર્મચારીઓએ અંતિમ સંસ્કારનો સોદો કરી દીધો હતો.

અંતિમ સંસ્કાર કર્યા બાદ માંગ્યા 30 હજાર રૂપિયા
મૃતકના એક સંબંધીના જણાવ્યા પ્રમાણે અંતિમ સંસ્કાર કરવા આવેલા નગર પરિષદના કર્મચારીઓએ 15,000 રૂપિયા લીધા હતા. પરિજન બ્રિજેશ કુમારના જણાવ્યા પ્રમાણે કર્મચારીઓએ મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવાના બદલામાં 30,000 રૂપિયા માંગ્યા હતા પરંતુ બાદમાં 15,000 રૂપિયા લીધા હતા.

પુત્ર કોરોનાગ્રસ્ત હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ હતો
85 વર્ષીય મૃતક મહિલા બિંદા દેવીનો પુત્ર અશોક ભગત કોરોનાગ્રસ્ત હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘરમાં બે નાના પૌત્ર અને વહુએ વૃદ્ધ માતાને પુત્ર કોરોનાગ્રસ્ત હોવાની જાણકારી આપી હતી. બાદમાં માતાએ પુત્રના વિયોગમાં દમ તોડી દીધો હતો.

માતાની સેવામાં કોઈ કસર રાખતો ન હતો પુત્ર
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે અશોક ભગત પોતાની માતાની સેવા કરતા હતા. તેમની માતા બિંદા દેવી બે વર્ષથી બીમાર હતા. પગનું હાડકુ તૂટી જવાના કારણે અશોક જ તેમની સેવા કરતા હતા. તેઓ પોતાના પુત્રના હાથથી જ ખાવાનું ખાતા હતા. પુત્ર હોસ્પિટલમા ભરતી થયા બાદ માતા તેને જ શોધી રહી હતી. પુત્રને જે દિવસે હોસ્પિટલમાં ભરતી કરવો તે દિવસથી માતાએ ખાવાનું છોડી દીધું હતું.

Read Next Story