એપશહેર

હાલ સોનિયા ગાંધી જ રહેશે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ, છ મહિનામાં કરાશે નવા પ્રમુખની પસંદગી

કોંગ્રેસ વર્કિંગ કમિટીની આજે બેઠક મળી હતી. 7 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં ભારે ખેંચતાણ જોવા મળી, વિવાદ પણ થયો. જોકે, તેમ છતાં નવા પ્રમુખ અંગે કોઈ નિર્ણય ન લઈ શકાયો.

Agencies 24 Aug 2020, 7:32 pm
નવી દિલ્હી: કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની આજે બેઠક મળી. ભારે ગરમાગરમીની વચ્ચે સોનિયા ગાંધીને પાર્ટીના અધ્યક્ષ પદે જાળવી રખાયા. સૂત્રોના મુજબ નવા અધ્યક્ષની ચૂંટણી આવનારા 6 મહિનાની અંદર કરવામાં આવશે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક સાત કલાક સુધી ચાલી.
I am Gujarat Sonia Gandhi


કોંગ્રેસના નેતા અને CWC સભ્ય કેએચ મનિયપ્પાએ જણાવ્યું કે, મેડમ (સોનિયા ગાંધી) હાલ વચગાળાના અધ્યક્ષ રહેશે અને બને તેટલું જલદી અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવશે. બેઠકમાં આ નિર્ણય જ લેવાયો છે.

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ટોચના નેતાઓની વચ્ચે ઘણો ખેંચતાણ જોવા મળી. પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ગુલામ નબી આઝાદ સહિત અન્ય નેતાઓને પત્ર લખવા માટે ફટકાર લગાવી. તેમણે નેતાઓના પત્ર લખવાના ટાઈમિંગને લઈને ટીકા કરી અને ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ પણ લગાવ્યો. તેનાથી સીનિયર નેતા ગુલાબ નબી આઝાદ એટલા દુઃખી થયા કે તેમણે રાજીનામું આપવાની વાત કરી દીધી. કપિલ સિબલે પાર્ટી પ્રત્યે પોતાની નિષ્ઠા પર સવાલ ઉઠાવવા પર દુઃખ વ્યક્ત કર્યું.

સૂત્રો મુજબ, કોંગ્રેસ વર્કિંગ કમિટીની મીટિંગમાં રાહુલ ગાંધીએ પત્રના ટાઈમિંગ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, 'પાર્ટી નેતૃત્વ અંગે સોનિયા ગાંધીને પત્ર એ સમયે લખાયો હતો, જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર સંકટનો સામનો કરી રહી હતી. પત્રમાં જે લખાયું હતું, તેના પર ચર્ચા કરવાનું યોગ્ય સ્થાન CWCની બેઠક છે, મીડિયા નહીં.'

Read Next Story