એપશહેર

તાજ મહેલમાં વાંદરાઓનો આતંક! હુમલો કરી બચકું ભરતાં લોહીલુહાણ થઈ ગઈ સ્પેનિશ ટૂરિસ્ટ

તાજ મહેલને દુનિયાભરમાં કોઈ ઓળખની જરુર નથી. દેશ વિદેશથી લોકો તાજ મહેલ જોવા આવતા હોય છે. પરંતુ અહીં પાછલા ઘણાં સમયથી વાંદરાઓનો આતંક વધી ગયો છે. અનેક ફરિયાદો કરી હોવા છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવી નથી શકાયું. તાજેતરમાં જ એક સ્પેનિશ યુવતી પર હુમલો કરવાને કારણે તે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી.

Authored byDeepak Lavania | Edited byZakiya Vaniya | TNN 21 Sep 2022, 10:39 am
આગ્રા- ભારતની શાન તરીકે ઓળખાતા તાજ મહેલમાં અત્યારે વાંદરાઓનો આતંક વધી ગયો છે. સોમવારે સવારે અહીં વાંદરાઓએ એક સ્પેનિશ મહિલા પર હુમલો કર્યો હોવાની જાણકારી સામે આવી રહી છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે મહિલા ઈજાગ્રસ્ત થઈ હોવાને કારણે રડી રહી છે અને ત્યાં હાજર ફોટોગ્રાફર્સ તેમજ સ્ટાફના લોકો તેને પ્રાથમિક સારવાર આપી રહ્યા છે. પાછલા 10 દિવસમાં આ ચોથી વાર છે જ્યારે વર્લ્ડ હેરિટેજ સાઈટની મુલાકાતે આવેલ પ્રવાસી પર વાંદરાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય.
I am Gujarat taj mahal
તાજ મહેલમાં વધી ગયો છે વાંદરાઓનો આતંક.


તૂટી ગયેલા રસ્તાઓ પર દુલ્હનનો ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે, જુઓ વિડિયો
સ્પેનિશ મહિલાને ડાબા પગ પર ઈજા થઈ હતી. તેને હોસ્પિટલ જવાની સલાહ આપવામાં આવી પરંતુ તેણે ઈનકાર કર્યો અને પતિ સાથે ત્યાંથી નીકળી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે તાજ મહેલના પરિસરમાં વાંદરાઓનો આતંક એ જૂની સમસ્યા છે. પરંતુ ASI તેમજ સ્થાનિક તંત્ર દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કોઈ ઉપાય નથી. જેના પરિણામે છાશવારે આવી ઘટનાઓ સામે આવતી રહે છે.


તાજ મહેલ ખાતે કાર્યરત ASIના કન્ઝર્વેશન આસિસ્ટન્ટ પ્રિન્સ વાજપેયી જણાવે છે કે, મહિલા જ્યારે વાંદરાનો ફોટો લઈ રહી હતી ત્યારે તેના પર હુમલો થયો હતો. ઈજાગ્રસ્ત ટૂરિસ્ટને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. મુલાકાતીઓને વાંદરાથી બચાવવા માટે એક આખી ટીમ પરિસરમાં તૈનાત કરવામાં આવી છે, જેમનું કામ આ પ્રકારની ઘટનાઓ ટાળવાનું છે. ASIના કર્મચારીઓ સાથે મળીને ટૂરિસ્ટને પ્રાથમિક સારવાર આપનાર ફોટોગ્રાફર યોગેશ પારસ જણાવે છે કે, મેં સવારના લગભગ સાત વાગ્યે જોયું કે એક મહિલા પીડામાં કણસી રહી હતી. તેના પર વાંદરાઓએ હુમલો કર્યો હતો. એક વાંદરાએ તેના ડાબા પગ પર બચકુ પણ ભર્યુ હતું. મેં તાત્કાલિક ASIના કર્મચારીઓને બોલાવ્યા અને પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરવામાં આવી. ઈજા થઈ હતી ત્યાં અમે પટ્ટો પણ બાંધી આપ્યો. તેમણે હોસ્પિટલ જવાની ના પાડી અને કોઈ ફરિયાદ પણ નથી નોંધાવી. તે ફટાફટ ત્યાંથી નીકળી ગયા હતા.

મોનિકા શર્મા નામના ટૂરિસ્ટ ગાઈડ જણાવે છે કે, ટૂરિસ્ટ પર આ પ્રકારના હુમલાના બનાવ વધી રહ્યા છે. અવારનવાર ફરિયાદ કરી હોવા છતાં તંત્ર દ્વારા પૂરતા પગલાં લેવામાં નથી આવતા, જેથી મુલાકાતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. વાંદરા પ્રવાસીઓને ઈજાગ્રસ્ત કરે છે તે એકમાત્ર ફરિયાદ નથી, જ્યારે તેઓ ફોટો ક્લિક કરતા હોય છે વિદેશથી તાજમહેલ જોવા માટે આવેલા ટૂરિસ્ટ આ પ્રકારની ઘટનાને કારણે નિરાશ થઈ જાય છે.

મુસાફરીનો થાક ઉતરી ગયો? કૂનો નેશનલ પાર્કમાં હવે રિલેક્સ મૂડમાં જોવા મળ્યા મોટાભાગના ચિત્તા
આર્કિયોલોજીસ્ટ રાજકુમાર પટેલ જણાવે છે કે, આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અમે જિલ્લા કક્ષાએ તેમજ વન વિભાગને પણ પત્ર લખ્યો અને મદદ માંગી. આ સિવાય ટૂરિસ્ટને પણ સલાહ આપવામાં આવે છે કે તેઓ વાંદરાઓથી દૂર રહે. ઘણાં ટૂરિસ્ટ તેમની નજીક જવાનો પ્રયત્ન કરે છે અને સેલ્ફી લેવાનો પણ પ્રયત્ન કરે છે. નોંધનીય છે કે સ્પેનિશ ટૂરિસ્ટ ઈજાગ્રસ્ત થઈ હોવાનો વીડિયો પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ શેર કર્યો છે. તેમણે સાથે જ લખ્યું છે કે, આ સમાચાર અત્યંત ગંભીર છે. દેશ અને પ્રદેશમાં આર્થિક સંકટ દરમિયાન જો વિદેશી પર્યટકો ડરી ગયા તો પ્રવાસ ઉદ્યોગ અને ઉત્તરપ્રદેશની આવકનો સ્ત્રોત પણ પ્રભાવિત થશે.

Read Latest National News And Gujarati News
લેખક વિશે
Deepak Lavania
Deepak Lavania is based in Agra serving as Principal Correspondent, covering districts of Agra and Aligarh division of western UP. An avid user of the RTI Act, he has been thrice awarded the TOI Scribe Tribe award for best news reports/series.... વધુ વાંચો

Read Next Story