એપશહેર

SCBA અધ્યક્ષનો સવાલ, 'શું અર્ણબ ગોસ્વામીને મળી રહી છે સ્પેશિયલ ટ્રિટમેન્ટ?'

અર્ણબ ગોસ્વામીની અરજી પર શા માટે ઉતાવળે કામગીરી કરાઈ રહી છે તેવો સવાલ ઉઠ્યો

I am Gujarat 11 Nov 2020, 11:02 am
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA)ના અધ્યક્ષ દુષ્યંત દવેએ સુપ્રીમ કોર્ટના મહાસચિવને રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્ણબ ગોસ્વામીના આરોપો મામલે કડક શબ્દમાં પત્ર લખીને તેને 'સ્પેશિયલ ટ્રિટમેન્ટ' મુદ્દે સવાલ ઉઠાવ્યો છે. દુષ્યંત દવેએ પોતાના પત્રમાં અર્ણબની જામીન અરજી પર તાત્કાલિક સુનાવણી માટે બીજા જ દિવસે લિસ્ટ કરવા મુદ્દે સવાલ ઉઠાવ્યો છે.
I am Gujarat special treatment scba chief slams selective listing of arnab goswamis plea
SCBA અધ્યક્ષનો સવાલ, 'શું અર્ણબ ગોસ્વામીને મળી રહી છે સ્પેશિયલ ટ્રિટમેન્ટ?'


રજિસ્ટ્રીના મહાસચિવને મોટા સવાલ

દુષ્યંત દવેએ વાંધો ઉઠાવ્યો છે કે અર્ણબની અરજી દાખલ થતા જ લિસ્ટ થઈ ગઈ, પરંતુ આ રીતે ઘણાં કેસમાં આવી ઉતાવળ નથી દર્શાવાઈ. તેમણે રજિસ્ટ્રીના મહાસચિવને પૂછ્યું છે કે અર્ણબ ગોસ્વામીની અરજી પર તાત્કાલિક સુનાવણીને લઈને ચીફ જસ્ટિસ એમએ બોબડેએ તો ખાસ નિર્દેશ નથી આપી રાખ્યાને? ગોસ્વામીની અરજી પર આજે સુનાવણી થવાની છે અને દવેએ આ ચિઠ્ઠી મંગળવારે રાત્રે 8.15 વાગ્યે લખી છે. તેમણે પોતાના પત્રમાં કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે મહિનાઓ સુધી જેલમાં રહેવું પડ્યું તેનો પણ ઉલ્લેખ કર્યો છે.

ગોસ્વામી સાથે મારે વ્યક્તિગત કશું લેવા-દેવા નથી

તેમણે પોતાના પત્રમાં એમ પણ લખ્યું છે કે, "હું આ પત્ર સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ તરીકે કાલે જસ્ટિસ ડીવાઈ ચંદ્રચુડ અને જસ્ટિસ ઈન્દિરા બેનર્જીની બેંચની બેંચમાં સુનાવણી માટે લિસ્ટ કરાયેલી અરજીના વિરોધમાં વાંધો ઉઠાવવા માટે પત્ર લખી રહ્યો છું. મારે ગોસ્વામી સાથે કોઈ વ્યક્તિગત લેવા-દેવા નથી અને હું સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાના તેમના અધિકારો પર કોઈ હસ્તક્ષેપ કરવા માટે ચિઠ્ઠી નથી લખી રહ્યો. બધા નાગરિકોની જેમ તેમને પણ સુપ્રીમ કોર્ટ પાસે ન્યાય માગવાનો અધિકાર છે."

દવેનો સવાલ- ચીફ જસ્ટિસે અર્ણબ પર વિશેષ નિર્દેશ કર્યા છે?

દવેએ સેક્રેટરીને જનરલને સવાલ કર્યો કે, "શું આ સંબંધમાં મુખ્ય નાયાયાધીશ અને રોસ્ટરના માસ્ટરે કેટલાક વિશેષ આદેશ કે નિર્દેશ આપ્યા છે?" તેમણે આગળ જણાવ્યું કે, "એ સારી રીતે ખબર છે કે અનઅપેક્ષિત રીતે કોઈ કેસની સુનાવણી માટે તાત્કાલિક લિસ્ટિંગ ચીફ જસ્ટિસના વિશેષ આદેશ વગર ના થઈ શકે." તેમણે સવાલ ઉઠાવ્યો કે શું ગોસ્વામીને વિશેષ મહત્વનો નથી આપવામાં આવી રહ્યું?

ચિદમ્બરમને તો પ્રાથમિકતા નહોતી મળી તો અર્ણબને શા માટે?

તેમણે સિસ્ટમની ખામીઓના કારણે ગોસ્વામી જેવા લોકોને વિશેષ સુવિધા મળતી હોવાનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, સામાન્ય ભારતીયોને જેલ જતી વખતે તમામ પ્રકારની કઠણાઈઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત તો તેમણે ગેરકાયદેસર કે ખોટી રીતે જેલમાં મોકલાતા હોય છે. દવેએ સિનિયર એડવોકેટ અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમનું ઉદાહરણ પણ રજૂ કર્યું. તેમણે કહ્યું, ત્યાં સુધી કે પી. ચિદમ્બરમ જેવા પ્રતિષ્ઠિત વરિષ્ઠ વકીલની પણ અરજી તાત્કાલિક લિસ્ટિંગ નહોતી થઈ અને તેમણે મહિનાઓ સુધી જેલમાં રહેવું પડ્યું હતું, જ્યારે સુપ્રીમ કોર્ટે તેમને જામીન માટે યોગ્ય ના ગણાવ્યા.

દવેનો આરોપ- મળેલી જરુરી શક્તિઓનો દુરોપયોગ થઈ રહ્યો છે

દવેએ સાફ શબ્દોમાં કહ્યું કે ગોસ્વામીની અરજીનું તાત્કાલિક લિસ્ટિંગ ઓફિશિયલ શક્તિઓનો દુરુપયોગ છે. તેનાથી એવો સંદેશ જાય છે કે કેટલાક સ્પેશિયલ વકીલને સ્પેશિયલ ટ્રિટમેન્ટ મળે છે. તેમણે આગ્રહ કર્યો કે જ્યાં સુધી લિસ્ટિંગ માટે ફુલપ્રૂફ સિસ્ટમ લાગુ ના થઈ જાય ત્યાં સુધી ગોસ્વામીની અરજી પર પણ લિસ્ટિંગ ના થવું જોઈએ. દવેએ સેક્રેટરી જનરલને કહ્યું કે તેઓ આ ચિઠ્ઠીને એ બેંચ સામે રજૂ કરે જે ગોસ્વામીની અરજી પર સુનાવણી કરશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો