એપશહેર

સાર્ક સમિટ પર શ્રીલંકા પણ ભારતની સાથે

I am Gujarat 30 Sep 2016, 7:18 pm
રમેશ તિવારી, નવી દિલ્હીઃ શ્રીલંકાએ પણ ઇસ્લામાબાદમાં પ્રસ્તાવિત સાર્ક સંમેલનમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો છે. દક્ષિણ એશિયન દેશોના સંગઠન સાર્કના આઠ સભ્યોમાંથી ભારત સહિત પાંચ દેશે તેનો બહિષ્કાર કર્યો છે. જોકે માલદીવ્સ અને નેપાળ આ મામલે મૌન છે.
I am Gujarat sri lanka supports india on saarc summit matter
સાર્ક સમિટ પર શ્રીલંકા પણ ભારતની સાથે


શ્રીલંકા સાથે ભારત અને પાકિસ્તાન બંનેના સંબંધો સામાન્ય છે. મૈત્રીપાલ સિરિસેના શ્રીલંકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત સાથેના સંબંધો સુધર્યા છે. શ્રીલંકાના વડાપ્રધાન રનિલ વિક્રમેસિંહે ભારતનો પ્રવાસ કરવાના છે. તેઓ ચોથીથી છઠ્ઠી ઓક્ટોબર સુધી ભારતમાં રહેશે. તેમના આ પ્રવાસ પહેલાં આ જાહેરાત મહત્ત્વની છે.

ઉરી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવતાં સાર્ક સમિટમાં સામેલ થવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ બાંગ્લાદેશ, ભૂટાન અને અફઘાનિસ્તાન પણ સંમેલનમાં હાજરી આપવાનો ઇનકાર કરી ચૂક્યા છે. જોકે હવે શ્રીલંકાના વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ, ‘અમને આશા છે ઇસ્લામાબાદમાં 9 અને 10 નવેમ્બરે સાર્ક સંમેલન યોજવાનો યોગ્ય માહોલ નથી.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો