એપશહેર

JEEમાં ઓલ ઈન્ડિયા 270મી રેન્ક લાવનારા વિદ્યાર્થીએ ખોટી લિંક પર ક્લિક કરતા IITની સીટ ગુમાવી

TNN 30 Nov 2020, 8:58 am
મુંબઈઃ 18 વર્ષના એક વિદ્યાર્થીને તેના માતા દ્વારા એકલા હાથે ઉછેરીને મોટો કરવામાં આવ્યો, બે વર્ષ પહેલા જ માતાના નિધનથી અનાથ બનેલા આ વિદ્યાર્થીએ JEEની પરીક્ષામાં ઓલ ઈન્ડિયા લેવલે 270મી રેન્ક મેળવી અને IIT-બોમ્બેમાં પોતાની પસંદગીના BTech ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના કોર્સમાં સ્થાન મેળવ્યું હતું. જોકે તેણે 15 દિવસ પહેલા જ પોતાની આ સીટ ગુમાવી દીધી.
I am Gujarat iit 1


આગરાના સિદ્ધાંથ બત્રાએ IIT-JEE(એડવાન્સ્ડ) 2020ની પરીક્ષા માટે એપ્લાય કર્યું હતું અને 18મી ઓક્ટોબરે તેણે પહેલો રાઉન્ડ ક્લિયર કર્યો હતો. 31મી ઓક્ટોબરે તે પોતાના રોલ નંબરની તપાસ કરી રહ્યો હતો, આ દરમિયાન તેને 'withdraw from seat allocation and further rounds.' લિંક જોવા મળી. તેણે આ લિંક પર ક્લિક કર્યું. સિદ્ધાંથનું માનવું હતું કે તેનું એડમિશન એસેપ્ટન્સ લેટરથી કન્ફર્મ થઈ ગયું હતું, એવામાં તેને વધારે એડમિશન રાઉન્ડની જરૂરિયાત નથી એમ માનીને આ લિંક પક ક્લિક કર્યું હતું.

10મી નવેમ્બરે તેને માલુમ પડ્યું કે, તેનું નામ BTech કોર્સ માટે એડમિટ કરાયેલા વિદ્યાર્થીઓ લિસ્ટમાંથી ગુમ છે. કોર્સ માટે માત્ર 93 સીટ હતી અને તે JEE (મેઈન્સ)માં હાજર રહેલો 9.3 લાખ વિદ્યાર્થીઓમાંથી એક હતો.

આ મામલે IITનું કહેવું છે કે વિદ્યાર્થીના પોતાનાી ભૂલના કારણે તેની સીટ કેન્સલ થઈ અને નામ પાછું લેવાયું. બત્રાએ કહ્યું કે, આ ધ્યાન બહારની અજાણતા થયેલી ભૂલ છે. પોતાનું એડમિશન કેન્સલ થતા સિદ્ધાંતે બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. 19મી નવેમ્બરે વેકેશન બેંચે સુનાવણી દરમિયાન પોતાના સલાહકાર નિખિલ સખરડંડે અને પ્રહલાદ પારાજપે IITને આદેશ આપ્યો કે તેની અરજીની બે દિવસમાં રજૂઆત કરવામાં આવે.

IITએ તે મુજબ કર્યું, છેલ્લા રજીસ્ટ્રેશનના બે દિવસ પહેલા જ 23મી નવેમ્બરે તેની અરજીને નકારી કાઢવામાં આવી. IIT રજિસ્ટ્રાર આર. પ્રેમકુમારે કહ્યું કે, સંસ્થા પાસે વિથડ્રોઅલ લેટર પાછો ખેંચવાની કોઈ સત્તા નથી. તેના હાથ નિયમોમાં બંધાયેલા છે જે મુજબ એડમિશન થતું હોય છે. પ્રેમ કુમારે કહ્યું કે, નિયમો સ્પષ્ટ છે અને JoSSA દ્વારા કરાતા એડમિશનમાં નિયમો સાથે વળગી રહેવામાં આવે છે. IIT-Bએ કહ્યું કે, હવે કોઈ સીટ ખાલી નથી. તેમાં કહેવાયું છે કે, બત્રા JEE (એડવાન્સ્ડ)2021ના વર્ષમાં ફરીથી એપ્લાય કરી શકે છે.

પરંતુ બત્રાએ હવે રાહત માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. તે ઈચ્છે છે કે તેના નુકસાન માટે વધારાની એક સીટ ફાળવવામાં આવે. તે પોતાના દાદા-દાદી સાથે રહે છે અને અનાથ પેન્શન મેળવે છે. પરીક્ષામાં 270મી રેન્ક લાવનારા વિદ્યાર્થીએ જણાવ્યું કે તેણે IIT JEEની પરીક્ષા ક્રેક કરવા માટે કેટલી મુશ્કેલીઓ છતાં આકરી મહેનત કરી. અરજીમાં કહેવાયું છે કે, તેને ક્યારેય પોતાના પિતાને મળવાની તક મળી નથી.

IITના આદેશમાં કહેવાયું છે કે, નિયમો મુજબ એડમિશન પાછું લેવાની પ્રક્રિયા બે સ્ટેપ્સમાં હોય છે. અને સફળ ઉમેદવારને છેલ્લા રાઉન્ડ બાદ કોઈપણ ઓપ્શન વિના જ નામ પાછું લેવાની સત્તા આપે છે. 'સીટ મેળવ્યાની ફી'ને 2000 રૂપિયાના ચૂકવણી બાદ રિફંડ કરવામાં આવે છે.

નિયમો મુજબ એકવાર ઉમેદવાર નામ પાછું ખેંચે તો સીટ કેન્સલ થઈ જાય છે. IIT દ્વારા કહેવાયું છે કે નામપાછું ખેંચવાનું ઓપ્શન આપવાનું કારણ વિદ્યાર્થીઓ ફરીથી JEEની પરીક્ષા આપી શકે અને સીટનો બગાડ ન થાય તે માટે આપવામાં આવેલું છે. આ મામલે સુપ્રીમ કોર્ટ હવે મંગળવારે સુનાવણી કરશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો