એપશહેર

#Aarey: 1200 ઝાડ કાપ્યા બાદ સુપ્રીમ કોર્ટનો આદેશ, 'હવે એકપણ વૃક્ષ નહીં કપાય'

Yogesh Gajjar | I am Gujarat 7 Oct 2019, 11:00 am
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર સરકાર મુંબઈના આરે જંગલમાં હવે એક પણ વૃક્ષ નહીં કાપી શકે. સુપ્રીમ કોર્ટે લૉના સ્ટુડન્ટ્સની અરજી પર સુનાવણી કરતા મહારાષ્ટ્ર સરકારને વૃક્ષો કાપવાનું કામ તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે આ મામલામાં જ્યાં સુધી ફોરેસ્ટ એટલે કે એન્વાયરન્મેન્ટ બેંચનો ચૂકાદો નથી આવી જતો, ત્યાં સુધી આરેમાં હાલની સ્થિતિ જ રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી સુનાવણી 21 ઓક્ટોબરે કરશે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ 1200 વૃક્ષોને કાપવાનો નિર્ણય રોકી દેવાયો છે. સરકાર પહેલાથી જ 1200 વૃક્ષો કાપી ચૂકી છે. આરેમાં મેટ્રો શેડ બનાવવા માટે કુલ 2700 વૃક્ષો કાપવાની યોજના હતી. જોકે જસ્ટીસ અરુણ મિશ્રાએ સુનાવણી દરમિયાન કહ્યું કે, અમે જે સમજી રહ્યા છીએ, તે મુજબ આરે વિસ્તાર નોન ડેવલપમેન્ટ એરિયા છે પરંતુ ઈકો સેન્સિટિવ વિસ્તાર નથી.સોલિસિટર જનરલ તુષાર મહેતા મહારાષ્ટ્ર સરકાર તરફથી જસ્ટીસ અરુણ મિશ્રા અને જસ્ટી અશોક ભૂષણની સ્પેશિયલ બેંચ સામે હાજર થયા. તેમણે બેંચને જણાવ્યું કે જરૂર મુજબના વૃક્ષો કપાઈ ચૂક્યા છે. હવે આગળ કોઈ વૃક્ષ કાપવામાં નહીં આવે.ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે લૉ સ્ટુડન્ટ્સ તરફથી વૃક્ષો કાપવાના વિરોધમાં લખેલા પક્ષને જનહિત અરજી માનતા સુનાવણીનો સ્વીકાર કરતા રવિવારે જ સ્પેશિયલ બેન્ચની રચના કરી હતી. મેટ્રો શેડ માટે આરે કોલોનીના વૃક્ષો કાપવાના વિરોધમાં સામાજિક અને પર્યાવરણ કાર્યકર્તાઓ સાથે ઘણી જાણીતી હસ્તીઓ પણ કરી રહી છે.બોમ્બે હાઈકોર્ટમાં દાખલ અરજીમાં માગણી કરાઈ હતી કે સમગ્ર આરેને જંગલ જાહેર કરવામાં આવે. તેના પર હાઈકોર્ટે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં મેટર પેન્ડિંગ છે આથી તે તેના પર સુનાવણી ન કરી શકે. સરકારે આ મામલે બે નોટિફિકેશન્સ જાહેર કર્યા હતા. તેમાંથી એકમાં આરે વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોનથી અલગ કરી દેવાયો હતો. કોર્ટે અરજીકર્તાના વકીલને કહ્યું કે તમે અમને તે નોટિફિકેશન બતાવો જેમાં આરે વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોનથી બહાર કરી દેવાયું હતું.

Read Next Story