એપશહેર

મુંબઈ DCPએ અર્ણબ ગોસ્વામી વિરુદ્ધ માનહાનિની ફરિયાદ કરી

મુંબઈ પોલીસના ઝોન-9ના ડીસીપીએ અર્ણબ, તેની પત્ની અને રિપબ્લિક ટીવીના ઓનર વિરુદ્ધ ફરિયાદ કરી

I am Gujarat 3 Feb 2021, 5:01 pm
મુંબઈઃ મુંબઈ પોલીસના ઝોન-9ના ડેપ્યુટી કમિશનરે અર્ણબ ગોસ્વામી, તેની પત્ની સમ્યબ્રતા રાય ગોસ્વામી અને રિપબ્લિક મીડિયા નેટવર્કના ઓનર એઆરજી આઉટલાયર મીડિયા પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ બદનક્ષીનો દાવો કર્યો છે. બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસને લઈને કરવામાં આવેલા અયોગ્ય ટિપ્પણી બદલ તેમણે આ દાવો કર્યો છે.
I am Gujarat arnab goswami


આ ફરિયાદ ઝોન-9ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) અભિષેક ત્રિમુખે કરી છે. 14 જૂને સુશાંતનું મૃત્યુ થયું હતું અને બાંદ્રા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા તેની સૌ પ્રથમ તપાસ કરવામાં આવી હતી. સુશાંત સિંહ રાજપૂત બ્રાંદ્રા ખાતેના તેના ઘરે મૃત હાલતમા મળ્યો હતો અને તેણે આત્મહત્યા કરી હોવાનું કહેવામાં આવે છે.

સરકારી વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલા બદનક્ષીના દાવામાં કહેવામાં આવ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ફરિયાદીને આપવામાં આવેલી મંજૂરીના આધારે તાત્કાલિક આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નોંધનીય છે કે આઈપીસીની વિવિધ ધારાઓ અંતર્ગત આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Read Next Story