એપશહેર

ઓનલાઈન ક્લાસ માટે 13 વર્ષના વિદ્યાર્થીએ ચોરી કર્યો મોબાઈલ, પોલીસે કર્યો ગિફ્ટ

ઘરમાં મોબાઈલ ફોન ન હોવાને કારણે તે ભણવામાં અસમર્થ હતો અને તે ભણવા માંગતો હતો. છોકરાની વાત સાંભળ્યા પછી પોલીસે તેને છોડી દીધો

I am Gujarat 21 Sep 2020, 5:02 pm
ચેન્નઈઃ તમિલનાડુના ચેન્નઈમાં મોબાઇલ ચોરીનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. પોલીસે અહીં મોબાઇલ ચોરી કરતા એક છોકરાને પકડ્યો હતો. પોલીસને જ્યારે ખબર પડી કે છોકરાને તેના ઓનલાઈન અભ્યાસ માટે આ મોબાઈલ ચોરી કર્યો છે. ઘરમાં મોબાઈલ ફોન ન હોવાને કારણે તે ભણવામાં અસમર્થ હતો અને તે ભણવા માંગતો હતો. છોકરાની વાત સાંભળ્યા પછી પોલીસે તેને છોડી દીધો અને એટલું જ નહીં તેને એક નવો મોબાઇલ ફોન આપ્યો.
I am Gujarat tamilnadu boy theft mobile phone for online classes chennai police gift him other
ઓનલાઈન ક્લાસ માટે 13 વર્ષના વિદ્યાર્થીએ ચોરી કર્યો મોબાઈલ, પોલીસે કર્યો ગિફ્ટ


મામલો કોર્પોરેશન સ્કૂલના વિદ્યાર્થીનો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ 13 વર્ષીય બાળકના પિતા બિસ્કીટની દુકાનમાં નોકરી કરે છે. માતા ઘરોમાં કામ કરે છે. ઘરે મોબાઈલના અભાવે બાળકનું ભણતર અટકી ગયું. તે ભણવા માંગતો હતો પરંતુ લાચારીને કારણે તેના માતાપિતા તેને મોબાઇલ અપાવી શક્યા નહીં.

વિદ્યાર્થી બે ગુનેગારોને મળ્યો. તેમણે વિદ્યાર્થીને મોબાઇલ કેવી રીતે ચોરી કરવો તે શીખવાડ્યું હતું અને પછી તેમણે વિદ્યાર્થીને મોબાઈલ ચોરી કરવાનું કહ્યું. વિદ્યાર્થીએ તેમની સાથે મળીને મોબાઈલની ચોરી કરી હતી. પોલીસે સર્વેલન્સ દ્વારા વિદ્યાર્થીની ધરપકડ કરી હતી.

ચોરી કરેલા મોબાઈલ જપ્ત કરી બીજો મોબાઇલ ગિફ્ટ કર્યો
પોલીસે જણાવ્યું કે તેના પડોશમાં રહેતા બે લોકોએ બાળકને મોબાઇલ ચોરવામાં લગાવ્યો હતો. પોલીસને જાણવા મળ્યું કે વિદ્યાર્થીએ ઓનલાઈન ક્લાસ માટે મોબાઈલ ચોરી કરી હતી. પોલીસે વિદ્યાર્થી પાસેથી ચોરેલો મોબાઈલ જપ્ત કર્યો અને તેને નવો મોબાઈલ ગિફ્ટમાં આપ્યો કે જેથી તે અભ્યાસ કરી શકે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો