એપશહેર

ભારતમાં કોરોના નહીં પણ ટીબી જ હજુ સૌથી વધુ ઘાતક, કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયનો રિપોર્ટ

Mitesh Purohit | TNN 25 Jun 2020, 8:55 am
નવી દિલ્હીઃ ભારતમાં વર્ષ 2019માં ટીબીના કુલ 24 લાખ નવા કેસ સામે આવ્યા છે. જેની સાથે 79000 લોકોના ટીબીથી મોત થયા છે. જોકે આ આંકડો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા અનુમાન કરવામાં આવેલ આંકડા કરતા ઓછો છે પરંતુ તેમ છતા દેશમાં કોરોના વાયરસનો ભોગ બનનાર લોકોની સંખ્યા કરતા ઘણો વધારે છે. જો આંકડાને ત્રિમાસિક આધારે ભાગ પાડવામાં આવે તો ટીબીથી પ્રત્યેક ત્રિમાસિકીમાં લગભગ 20000 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે કોરનાથી છેલ્લા 3 મહિના અને 15 દિવસમાં માત્ર 15000 લોકોના મોત થયા છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:2019માં નોંધાયેલા ટીબીના 24 લાખ કેસ 2018ની સરખામણીએ 11 ટકા વધારે છે. જે આંકડો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા અંદાજીત આપવામાં આવેલ આંકડા 26.9 લાખની ખૂબ જ નજીક છે. સત્તાવાર નોંધાયેલા અને અંદાજીત કેસ વચ્ચેના તફાવતને મોટાભાગે ‘મિસિંગ મિલયન’ તરીકે ઓળખાય છે. જે 2017માં અંદાજે 10 લાખ જેટલો હતો પરંતુ 2019માં આ મિસિંગ મિલિયન આંકનો તફાવત ફક્ત 2.9 લાખ રહ્યો છે. બુધવારે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ વાર્ષિક ટીબી રિપોર્ટમાં સામે આવ્યા છે.આ અહેવાલ મુજબ 2019માં ટીબીના કારણે કુલ 79144 લોકોના મોત થયા છે. જે WHO દ્વારા અંદાજ કરવામાં આવેલ કુલ 4.4 લાખ મૃત્યુઆંક કરતા ઘણો ઓછો છે જે એક રાહતની બાબત છે. વર્ષ 2019માં પ્રાઈવેટ સેક્ટરમાંથી નોંધાયેલા ટીબીના કેસમાં 35 ટકાનો વધારો થયો છે. 6.8 લાખ દર્દીઓ પ્રાઈવેટ સેક્ટર તરફથી નોંધવામાં આવ્યા છે. જે 2019ના કુલ કેસના 28 ટકા જેટલા છે. મંત્રાલયના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આમ થવા પાછળનું કારણ પ્રાઈવેટ સેક્ટર માટે ટીબીના દર્દીઓની સરકારી ડેટાબેઝમાં ફરજિયાત નોંધણી, પ્રાઈવેટ પ્રોવાઇડર સપોર્ટ એજન્સી જેવા પ્રોગ્રામના કારણે પ્રાઈવેટમાં દાખલ થતા આવા દર્દીઓનો આંકડો પણ સામે આવ્યો છે.દેસમાં ટીબીની સારવાર માટે લેવામાં આવેલ પગલાથી 2019માં 81 ટકા દર્દીઓ જેમનો ટીબી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમને સારવાર મળી છે. જે 2018માં ફક્ત 69 ટકા દર્દીઓને જ મળી હતી. કેન્દ્રિય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને કહ્યું કે દેશ 2025 સુધીમાં ટીબીની સંપૂર્ણ નાબૂદી માટેના પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. ટીબીના કેસની સંખ્યામાં 2019માં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં વધુ કેસ જોવા મળ્યા છે. જ્યારે 50 લાખ કરતા વધુ વસ્તી ધરાવતા રાજ્યો પૈકી ગુજરાત, આંધ્રપ્રદેશ અને હિમાચલ પ્રદેશ આ ત્રણ રાજ્યોએ ટીબીને કંટ્રોલ કરવામાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે.વર્ધને કહ્યું કે, ‘દેશમાં ટીબીની વિરુદ્ધ લડવામાં આવતી લડાઈમાં સૌથી મોટો અવરોધ એ છે કે લોકો ટીબીને હજુ પણ એક કલંક તરીકે જુએ છે. જ્યારે હકીકતમાં આવ દર્દી સાથે કોઈપણ જાતના ભેદભાવ વગર કરવામાં આવતી સારવારથી દર્દી ઠીક થઈ શકે છે. સમાજમાં દરેક તબક્કાએ પોતાની આસપાસ રહેલા આવા દર્દીનો સહારો બનીને હૂંફ આપવાની જરુર છે.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો