એપશહેર

ભારતમાં પહેલો કેસ: બ્લૂ વ્હેલ ગેમ રમતા છોકરાએ કર્યો આપઘાત

નવરંગ સેન | I am Gujarat 31 Jul 2017, 4:29 pm
I am Gujarat teenage boy allegedly commits suicide while playing blue whale game
ભારતમાં પહેલો કેસ: બ્લૂ વ્હેલ ગેમ રમતા છોકરાએ કર્યો આપઘાત


ખૂની ઈન્ટરનેટ ગેમ બ્લૂ વ્હેલ

મુંબઈ: ખૂની ઈન્ટરનેટ ગેમ બ્લૂ વેલે મુંબઈમાં 14 વર્ષના એક છોકરાનો જીવ લીધો છે. અંધેરી ઈસ્ટમાં રહેતો આ છોકરો શનિવારે સાતમા માળેથી કૂદી ગયો હતો, આ છોકરાને ઓનલાઈન સ્યૂઈસાઈડ ગેમનો શિકાર ગણાવાઈ રહ્યો છે. આ ગેમને કારણે રશિયામાં 130 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે.

મા-બાપ પણ હતા અજાણ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આપઘાત કરનારા મનપ્રીત સિંહ નામના આ છોકરાએ પોતાના દોસ્તોને કથિત રીતે કહ્યું હતું કે તે બ્લૂ વેલ ગેમ રમી રહ્યો છે અને તેના કારણે તે સોમવારે સ્કૂલે નહીં આવી શકે. પોલીસે જણાવ્યું હતું કે છોકરાએ કોઈ સ્યૂઈસાઈડ નોટ પણ નથી લખી, અને તેના માતાપિતાનું કહેવું છે કે તે ડિપ્રેશનમાં હોય તેવા પણ કોઈ લક્ષણ નહોતા દેખાતા.

50 દિવસ સુધી અપાય છે ટાસ્ક

રિપોર્ટ્સ અનુસાર, બ્લૂ વ્હેલ ગેમને એક સોશિયલ મીડિયા ગ્રુપ ચલાવી રહ્યું છે. આ ગેમમાં ખેલાડીને 50 દિવસો સુધી ટાસ્ક આપવામાં આવે છે, જેમાં છેલ્લું ટાસ્ક આપઘાત કરવાનું હોય છે. આ ઉપરાંત દરેક ટાસ્ક પૂરું થવા પર પ્લેયરે પોતાના હાથ પણ કાપવાના હોય છે. મનપ્રીતની આસપાસ રહેનારા લોકો પણ તેના આપઘાત પાછળ ગેમને જ જવાબદાર ઠેરવી રહ્યા છે.

રશિયામાં થઈ ચૂક્યા છે અનેક આપઘાત

રશિયામાં આ ગેમનો સૌથી પહેલો કિસ્સો 2013માં સામે આવ્યો હતો. 2015માં આ ગેમને કારણે પહેલો આપઘાતનો કેસ નોંધાયો હતો. જોકે, ભારતમાં આ વો કોઈ કેસ અત્યાર સુધી નહોતો જોવા મળ્યો. હાલમાં જ રશિયાની એક કોર્ટે ગેમના એક એડમિન ફિલિપને સજા પણ ફટકારી હતી.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો