એપશહેર

તેલંગાણા: હોસ્પિટલમાં બેડ પરથી પડી ગયા કોરોનાના દર્દી, થયું મોત

I am Gujarat 27 Jul 2020, 7:23 pm
હૈદરાબાદ: તેલંગાણાના કરીમનગરમાં સરકારી હોસ્પિટલની બેદરકારીના કારણે કોરોનાના દર્દીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત જાણકારી મુજબ, કરીમનગરની એક સરકારી હોસ્પિટલમાં દાખલ એક વૃદ્ધ દર્દીનું બેડ પરથી નીચે પડી જવાના કારણે મોત નીપજ્યું છે. જ્યારે આ દર્દી બેડ પરથી નીચે પડ્યા ત્યારે સંક્રમણના ડરથી કોઈ તેમની મદદ માટે આગળ આવ્યું નહીં. આ દર્દીની ઉંમર આશરે 70 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે.
I am Gujarat q6
પ્રતીકાત્મક તસવીર


પ્રાપ્ત માહિતી મુજબ આ 70 વર્ષીય વૃદ્ધને કેટલાંક દિવસોથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ત્યારબાદ તેઓનો કોરોના ટેસ્ટ કરાવ્યો ત્યારે જાણવા મળ્યું કે તેઓ કોરોના પોઝિટિવ છે. આ દર્દીને હોસ્પિટલમાં ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. રવિવારે આ દર્દી બેડ પરથી નીચે પડી જતા ઓક્સિજનનો સપ્લાય બંધ થઈ ગયો આ કારણે દર્દીનું મોત નીપજ્યું.

હોસ્પિટલના જે વોર્ડમાં આ દર્દી બેડ પરથી નીચે પડી ગયા, તે વોર્ડના અન્ય દર્દીઓએ કથિતરીતે એ પ્રકારે આરોપ લગાવ્યો છે કે દર્દી નીચે પડી ગયા તે પ્રકારે જાણકારી હોસ્પિટલના વ્યવસ્થાપકોને કરવામાં આવી પણ કોઈ જરૂરી પગલા લેવામાં આવ્યા નહીં. શ્વાસ લેવામાં તકલીફ થતા આ દર્દી હેરાન થયા, પણ સંક્રમણના ડરથી કોઈપણ મદદ માટે આગળ આવ્યું નહીં. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો