એપશહેર

કોરોનાની લડાઈમાં સારા સમાચાર, વાયરસનું રુપ નથી બદલ્યું અને વેક્સીન પણ એડવાન્સ સ્ટેજમાં

વાયરસ આનુવાંશિક રીતે સ્થિર છે અને તેના સ્વરુપમાં કોઈ મોટો ફેરફાર નથી આવ્યો.

I am Gujarat 17 Oct 2020, 10:39 pm
નવી દિલ્હીઃ કોરોના વાયરસના ઘટતા તેમજ વધતા કેસ વચ્ચે રાહતના સમાચાર એ છે કે, દેશમાં 3 કોરોના વેક્સીન ઝડપથી વિકસીત થઈ રહી છે. કોવિડ-19 વૈશ્વિક મહામારીની સ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક પછી વડાપ્રધાન કાર્યાલય (PMO)એ એક નિવેદનમાં કહ્યું છે કે, ભારતમાં ત્રણ વેક્સીનનો ડોઝ વિકાસના પંથે છે. પીએમઓએ કહ્યું કે,'ICMR અને જૈવ પ્રોદ્યોગિકી વિભાગ (DBT) દ્વારા સાર્સ-COV-2 (કોવિડ-19 વાયરસ)ના જીનોમ પર કરવામાં આવેલા બે રિસર્ચમાં જોવામાં આવ્યું છે કે, વાયરસ આનુવાંશિક રીતે સ્થિર છે અને તેના સ્વરુપમાં કોઈ મોટો ફેરફાર નથી આવ્યો.'
I am Gujarat that three of the corona vaccines in india are in advanced stages of development
કોરોનાની લડાઈમાં સારા સમાચાર, વાયરસનું રુપ નથી બદલ્યું અને વેક્સીન પણ એડવાન્સ સ્ટેજમાં


એક્સપર્ટે દર્શાવી છે ચિંતા
કોવિડ-19ની અસરકારક રસી વિકસિત કરવા માટે દુનિયાભરમાં ચાલી રહેલી કોશિશો વચ્ચે સરકારે શનિવારે કહ્યું કે, ભારતમાં વાયરસના જીનોમ સંબંધીત બે રિસર્ચમાં જોવામાં આવ્યું છે કે આનુવાંશિક રીતે સ્થિર છે અને સ્વરુપમાં કોઈ મોટો ફેરફાર નથી જોવા મળતો. કેટલાક એક્સપર્ટ્સે ચિંતા દર્શાવી છે કે કોરોના વાયરસના સ્વરુપમાં મોટો ફેરફાર થવાના કારણે અસરકારક રસી બનાવવામાં મુશ્કેલી થઈ શકે છે. જોકે, કેટલાક તાજેતરના વૈશ્વિક રિસર્ચમાં એવી વાત સામે આવી છે કે, વાયરસના સ્વરુપમાં આવનાર ફેરફાર કોવિડ-19 માટે આ સમયે વિકસિત થઈ રહેલી રસી પર કોઈ અસર ન પડવો જોઈએ.

વેક્સીનના સ્ટોરેજ અને વિતરણની બ્લૂ પ્રિન્ટ તૈયાર
પીએમઓએ એક નિવેદનમાં કહ્યું કે,'નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સીન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ-19 (એનઈજીવીએસી)એ રાજ્ય સરકાર અને પ્રાસંગિક હિતધારકો સાથે મળીને રસીના ડિસ્ટ્રીબ્યૂશન અને તેને લગાવવા માટે એક વિસ્તૃત બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી. એક્સપર્ટ સમૂહ રાજ્યો સાથે વિચાર વિમર્શ કરવા સક્રિયતાથી કામ કરી રહ્યાં છે.' વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકમાં નિર્દેશ આપ્યો કે, દેશની ભૌગોલિક સ્થિતિ અને વિવિધતાને ધ્યાનમાં રાખતા રસી પહોંચાડવાની વ્યવસ્થા કરશે.

વાયરસના સ્ટ્રેનમાં કોઈ ખાસ ફેરફાર નહીં
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને ગત મહિને કહ્યું હતું કે, ભારતમાં કોરોના વાયરસના સ્ટ્રેઈનમાં કોઈ મોટો ફેરફાર જોવા નથી મળ્યો. તેમણે કહ્યું હતું કે, ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR) ગત થોડા મહિના દરમિયાન રાષ્ટ્રીય સ્તર પર એકઠા કરવામાં આવેલા 'સ્ટ્રેઈન' (વાયરસનું રુપ)માં મોટા પ્રમાણમાં ફેરફાર કરવામાં લાગ્યું છે. તેમણે કહ્યું કે, વાયરસના સ્વરુપમાં ફેરફારના સંબંધમાં ઓક્ટોબરમાં જાણકારી ઉપલબ્ધ થશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો