એપશહેર

દેશના પ્રથમ મતદાતાનું અવસાન, દુનિયાને અલવિદા કરતા પહેલા આપતા ગયા લોકશાહીની મજબૂતીનો અંતિમ મત

તેમણે પોતાની જીવન કાળમાં 34 વખત મતદાન કર્યું હતું. વર્ષ 2014માં ચૂંટણી અભિયાનમાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. તેમણે 25મી ઓક્ટોબર,1951માં પ્રથમ વખત મતદાન કર્યું હતું. એટલે કે ભારત આઝાદ થયો ત્યારબાદ તમામ વડાપ્રધાનના કાર્યકાળમાં મતદાન કરનારા તેઓ એકમાત્ર વ્યક્તિ હતી. 20મીએ વહીવટીતંત્રએ તેમના માટે 20મી નવેમ્બરે વિશેષ વ્યવસ્થા કરી હતી.

Edited byNilesh Zinzuvadiya | I am Gujarat 5 Nov 2022, 5:21 pm
ભારતના સૌ પ્રથમ મતદાતા શ્યામ સરન નેગીનું 106 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. હિમાચલ પ્રદેશના જનજાતીય જિલ્લા કિન્નૌરના કલ્પા સ્થિત તેમના નિવાસ સ્થાને તેમણે શનિવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે 20 નવેમ્બરના રોજ તેમના નિવાસ સ્થાનેથી જ પોસ્ટલ બેલેથી મતદાન કર્યું હતું અને આ માટે ચૂંટણી પંચના અધિકારીઓ તેમના ઘરે લાલ જાજમ લઈને તેમનું સન્માન કરવા પહોંચ્યા હતા. તેમણે પોતાની જીવન કાળમાં 34 વખત મતદાન કર્યું હતું. વર્ષ 2014માં ચૂંટણી અભિયાનમાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. તેમણે 25મી ઓક્ટોબર,1951માં પ્રથમ વખત મતદાન કર્યું હતું. એટલે કે ભારત આઝાદ થયો ત્યારબાદ તમામ વડાપ્રધાનના કાર્યકાળમાં મતદાન કરનારા તેઓ એકમાત્ર વ્યક્તિ હતી.
I am Gujarat Voter
દેશના સૌ પ્રથમ મતદાતાનું અવસાન થયું છે


25મી ઓક્ટોબર,1951ના રોજ મતદાન કરેલું
નેગીએ સ્વતંત્ર ભારતમાં અત્યાર સુધીની તમામ ચૂંટણીમાં મતદાન કર્યું હતુ. માટે વહીવટીતંત્રએ તેમના માટે 20મી નવેમ્બરે વિશેષ વ્યવસ્થા કરી હતી. નેગીએ 25મી ઓક્ટોબર,1951માં પ્રથમ વખત મતદાન કર્યું હતું અને સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાતા હતા. આઝાદી બાદ ભારતમાં ફેબ્રુઆરી,1952માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી.

આ રીતે બન્યા દેશના પ્રથમ મતદાતા
જુલાઈ,1917માં કલ્પામાં જન્મેલા શ્યામ સરણ નેગીએ પ્રથમ વખત 25 ઓક્ટોબર,1951ના રોજ બ્રિટીશ શાસન સમાપ્ત થયા બાદ મતદાન કર્યું હતું. દેશમાં ફેબ્રુઆરી,1952માં પ્રથમ લોકસભા ચૂંટણી આવી હતી. જોકે કિન્નોરમાં ભારે હિમવર્ષાને લીધે પાંચ મહિના વહેલા સપ્ટેમ્બર 1951માં ચૂંટણી યોજાઈ હતી.

પ્રથમ ચૂંટણીના સમયે શ્યામ સરણ નેગી કિન્નોરના મૂરંગ સ્કૂલમાં અધ્યક્ષ હતા અને ચૂંટણીમાં તેમની ડ્યૂટી લાગી હતી. તેમને મતદાન કરવાનો શોખ હતો. તેમની ડ્યુટી શૌંગઠોંગથી મૂરંગ સુધી હતી, જ્યારે મતદાન કલ્પામાં કરવાનું હતું. માટે તેમણે સવારે મત આપીને ડ્યુટી પર જવા મંજૂરી માગી. તેઓ વહેલી સવારે મતદાન સ્થળે પહોંચી ગયા. 6:15 વાગે મતદાન ડ્યૂટી પાર્ટી પહોંચી. નેગીએ જલ્દી મતદાન કરવા વિનંતી કરી. મતદાન પાર્ટીએ રજિસ્ટર ખોલી તેમને રસીદ આપી. તેમણે મતદાન કરતાની સાથે જ ઈતિહાસ બની ગયો અને માસ્ટર શ્યામ સરણ નેગી સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાતા બની ગયા.

Read Next Story