એપશહેર

ગુજરાત સહિત અનેક ભાગોમાં જોવા મળ્યું આ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ

I am Gujarat 25 Oct 2022, 6:57 pm
સૂર્ય ગ્રહણ એક ખગોળીય ઘટના છે. જોકે આ ધાર્મિક રીતે મહત્વ ધરાવે છે. માન્યતાઓ પ્રમાણે ગ્રહણ લાગવું તે એક અશુભ માનવમાં આવે છે. આજે 25 ઓક્ટોબરના રોજ સૂર્ય ગ્રહણ લાગી રહ્યું છે. આ ગ્રહણ 4.28 વાગ્યાથી 5.30 વાગ્યા સુધી રહેશે. સામાન્ય રીતે સૂર્ય ગ્રહણની અસર આશરે છ મહિના સુધી રહે છે. તે સૂર્યગ્રહણ ભારત સહિત વિશ્વના અનેક વિસ્તારોમાં તે જોઈ શકાય છે. ભારતમાં ગ્રહણ થવાની સાથે જ સૂતક કાળ માન્ય રહેશે. આજે સૂર્યગ્રહણ હોવાને લીધે સમગ્ર દેશના મંદિરો બંધ રહ્યા હતા, આ ઉપરાંત સવાર કે સાંજની આરતી કે પૂજા વિધિ થઈ ન હતી. આજના દિવસને હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે ભારે દિવસ પણ માનવામાં આવતો હતો. િદવાળી અને નવા વર્ષ વચ્ચેનો આ પડતર દિવસ હતો.
I am Gujarat Sun 1
કચ્છના નાના રણમાંથી જોવા મળ્યો સુર્યગ્રહણનો આ નજારો


ગ્રહણના સૂતક કાળ યથાવત છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદા-ગાંધીનગરમાં સાંજના 4:37 વાગ્યાથી ગ્રહણ શરૂ થયું હતું અને સાંજના 6.05 વાગ્યા સુધી આ ગ્રહણ રહ્યું હતું. દેશના અન્ય ભાગોમાં ગ્રહણનો સમય અલગ-અલગ રહ્યો હતો.આજે જે સૂર્યગ્રહણ થયું હતું તે તુલા રાશિમાં થયું હતું.તે આ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ હતું. જ્યારે હવે 8મી નવેમ્બરના રોજ પુનમના દિવસે ચંદ્રગ્રહણ થશે.

વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ. અમૃતસરમાં અમૃતસરમાં સૌથી પહેલા જોવા મળ્યું સૂર્ય ગ્રહણ થયું છે.ભારતમાં અમૃતસરમાં સૌથી પ્રથમ વખત વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ જોવા મળ્યું હતું. આઈસલેન્ડમાં ભારતીય સમય પ્રમાણે બપોરે 02:29 વાગ્યાથી શરૂથયું હતું. રશિયામાં ભારતીય સમય પ્રમાણે 4:30 વાગે ગ્રહણ થયું હતું.

દેશના અનેક ભાગોમાં જોવા મળ્યું સુર્યગ્રહણ
ભારતમાં અનેક ભાગોમાં સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. દિલ્હી, જમ્મુ-કાશ્મી, અમૃતસર, કુરુક્ષેત્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા સહિત અનેક જગ્યાએ સુર્યગ્રહણ જોવા મળ્યું હતું.
24
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે 24મી ઓક્ટોબરના રોજ દિવાળી હતી અને 25મી ઓક્ટોબરના રોજ સુર્યગ્રહણ હતું. આ ઉપરાંત 26મી ઓક્ટોબરના રોજ નવા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. હવે આગામી 8મી નવેમ્બરના રોજ ચંદ્રગ્રહણ થશે. જે દેશના અનેક ભાગોમાં જોવા મળી શકશે.

Read Next Story