એપશહેર

152 વર્ષનો આ બ્રિજ આજે પણ છે અડીખમ, રોજ પસાર થાય છે 200 ટ્રેનો

અંગ્રેજોની બનાવેલી ઘણી ઈમારતો, પુલો આજે પણ સાબુત છે. આવો જ એક બ્રિજ અંગ્રેજોએ દિલ્હીમાં યમુના નદી પર બનાવ્યો હતો. છેલ્લાં 152 વર્ષથી ઘણાં પૂર અને ભૂકંપના આંચકા સહન કર્યા બાદ પણ યમુના નદી પર બનેલો નૈની પુલ અડીખમ છે. તેના મેન્ટેનન્સની જવાબદારી નિભાવતા રેલવે અધિકારીઓનું માનવું છે કે, આગામી 100 વર્ષ સુધી આ પુલ આ જ રીતે સલામત રહેશે. આ પુલ પરથી રોજ 200થી વધુ પેસેન્જર, મેલ-એક્સપ્રેસ ટ્રેનોની સાથે માલગાડીઓ પણ પસાર થાય છે.

I am Gujarat 10 Apr 2018, 4:53 pm

I am Gujarat the oldest railway bridge over yamuna river is still a perfect fit
152 વર્ષનો આ બ્રિજ આજે પણ છે અડીખમ, રોજ પસાર થાય છે 200 ટ્રેનો

1855માં પ્લાન, 1865માં તૈયાર

દિલ્હી અને હાવરાને એકબીજા સાથે જોડવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1855માં યમુના નદી પર પુલનો પ્લાન બનાવ્યો હતો. 1865માં આ પુલ બનીને તૈયાર થયો હતો. રેલવે અધિકારીઓનું કહેવું છે કે, બ્રિજને હજી સુધી કોઈ જોખમ નથી, કારણ કે પુલના પાયા 42 ફૂટ ઊંડા છે. તેના પિલર આજે પણ ખૂબ મજબૂત છે. યમુના પુલ આમ તો 14 પિલર પર ઊભો છે, પરંતુ 13 પિલરથી અલગ 14મો પિલર હાથી પગની જેમ અડીખમ છે.

ત્રણથી ચાર લાખ મુસાફરો કરે છે સફર

યમુના નદી પર બનેલા આ પુલ પરથી રોજ લગભગ 200થી વધુ ટ્રેનો પસાર થાય છે. તેના પર ત્રણથી ચાર લાખ મુસાફરો રોજ મુસાફરી કરે છે. જૂના થઈ ચૂકેલા યમુના પુલના અસ્તિત્વ પર ઘણી વાર સવાલ થયા છે, પરંતુ રેલવે દાવો કરતું આવ્યું છે કે, પુલ હજી મજબૂત છે.

ડીએફસીના નિર્માણ બાદ ઘટશે લોડ

દિલ્હી-હાવરા રૂટ પર માલગાડીઓનો લોડ ઓછો કરવા માટે રેલવે દ્વારા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (ડીએફસી) બનાવવામાં આવી રહ્યો છે. તેનું કામ પૂરું થયા બાદ દિલ્હી-હાવરા રૂટની સાથે જ યમુના બ્રિજ પર પણ ટ્રેનોનો લોડ ઓછો થઈ જશે. બમ્હરૌલીથી સુબેદારગંજ સુધી બહારની બાજુએ જ ટ્રેક બનાવવામાં આવી રહી છે. તેને કારણે માલગાડીઓ યમુના પુલ તરફ નહિ આવે.

ફેક્ટ ફાઇલ

બ્રિટિશ શાસન કાળના સૌથી જૂના પુલોમાંથી એક ગઉઘાટ યમુના પુલ એન્જિનિયરિંગનો ઉમદા નમૂનો છે. તે હાવરા-દિલ્હી રેલવે માર્ગના મુખ્ય પુલોમાં સામેલ છે.– 3150 ફૂટ લાંબો છે યમુના પુલ– 1855માં પુલ બનાવવાની ડિઝાઇન સાથે તૈયારી શરૂ કરાઈ.– 1859માં પુલ બનાવવાનું કામ શરૂ થયું.– 15 ઓગસ્ટ, 1865માં પુલ તૈયાર થયો.– 44 લાખ 46 હજાર 300 રૂપિયાનો ખર્ચ તેના નિર્માણમાં થયો.– 200થી વધુ ટ્રેન રોજ પુલ પરથી પસાર થાય છે.– 1913માં તેનો વિસ્તાર કરાયો. આ પહેલાં એક જ લેનમાં પુલ હતો,– 1929માં પુલનું રીગાર્ડનિંગ કરવામાં આવ્યું હતું.

આ છે તેની મજબૂતીનું રહસ્ય

આ પુલમાં 61 મીટરના ત્રિકોણીય ગાર્ડર ધરાવતા 14 સ્પાન, પ્લસ 12.20 મીટરનાં પ્લેટ ગાર્ડર્સના 2 સ્પાન, 9.18 સ્પાન આર્કના છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો