એપશહેર

ભારતમાં અહીં 5 દિવસ પહેલા થાય છે સ્વતંત્રતા દિવસની ઉજવણી, જાણો કેમ?

Yogesh Gajjar | I am Gujarat 16 Aug 2018, 9:04 pm
I am Gujarat this place celebrates independence day 5 days earlier in india
ભારતમાં અહીં 5 દિવસ પહેલા થાય છે સ્વતંત્રતા દિવસની ઉજવણી, જાણો કેમ?


અહીં 15 ઓગસ્ટ પહેલા ઉજવાય છે સ્વતંત્રતા દિવસ

દેશના 72માં સ્વતંત્રતા દિવસનું 15મી ઓગસ્ટે ધામ-ધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. પરંતુ ત્રણ દાયકા જૂની પરંપરાના કારણે મધ્યપ્રદેશના મંદસૌર શહેરના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરમાં આઝાદીના પર્વની ઉજવી 10 ઓગસ્ટે કરવામાં આવી હતી. હકીકતમાં ઈન્દોરથી લગભગ 250 કિમી દૂર મંદસૌરમાં શિવના નદીના કિનારે આ પ્રાચીન મંદિરમાં સ્વતંત્રતા દિવસ હિન્દુ પંચાગના આધારે ઉજવવામાં આવે છે.

તિથિ અનુસાર કરાય છે ઉજવણી

ભાષા મુજબ પશુપતિનાથ મંદિરના પુજારી અને યજમાનોની સંસ્થા જ્યોતિષ અને કર્મકાંડ પરિષદના અધ્યક્ષ ઉમેશ જોશીએ જણાવ્યું કે, 15 ઓગસ્ટ 1947એ જ્યારે દેશ અંગ્રેજોના રાજથી આઝાદ થયો, ત્યારે હિન્દુ પંચાગ મુજબ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ચૌદશ હતી. આથી ભગવાન શિવના મંદિરમાં દરવર્ષે આ તિથિ અનુસાર પૂજા-પાઠ કરીને સ્વતંત્રતા દિવસ ઉજવાય છે.

10મી ઓગસ્ટે મંદિરમાં થાય છે ઉજવણી

તેમણે જણાવ્યું કે, દર વખતે આ તિથિ 10 ઓગસ્ટે આવે છે. આથી અમે પોતાની પરંપરા અનુસાર આ તિથિએ પશુપતિનાથ મંદિરમાં સ્વતંત્રતા દિવસ ઉજવ્યો.

ક્યારથી ચાલે છે આવી પરંપરા?

જોશીએ જણાવ્યું કે, સ્વતંત્રતા દિવસ પર ભગવાન શિવની ખાસ પૂજા કરવામાં આવી. આ દરમિયાન ધરોના જળથી અષ્યમુખી શિવલિંગનો અભિષેક કરવામાં આવ્યો. અને દેશની શાંતિ માટે પ્રાર્થના કરાઈ. તેમણે જણાવ્યું કે, મંદસૌરના પશુપતિનાથ મંદિરમાં શ્રાવણ કૃષ્ણ ચૌદશએ સ્વતંત્રતા દિવસ મનાવવાની પરંપરા વર્ષ 1987થી ચાલી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો