એપશહેર

સતત વધી રહ્યો છે તાવનો પ્રકોપ, લખનઉમાં ત્રણ ગણું વધી ગયું પેરાસિટામોલનું વેચાણ

ઉત્તર પ્રદેશના શહેરોમાં વધી રહ્યો છે વાયરલ તાવનો કહેર, હજારોની સંખ્યામાં લોકો બીમાર થયા, ગ્રામીણ વિસ્તારોની કફોડી સ્થિતિ.

I am Gujarat 13 Sep 2021, 2:37 pm

હાઈલાઈટ્સ:

  • ફિરોઝાબાદ પછી ઉત્તર પ્રદેશના લખનઉ શહેરમાં તાવનો કહેર વધી રહ્યો છે.
  • હજારોની સંખ્યામાં લોકો બીમાર થયા, દવાઓના વેચાણમાં વધારો થયો.
  • ગ્રામીણ વિસ્તારોની સ્થિતિ કફોડી, એન્ટીબાયોટિક ના લેવાની ડોક્ટરની સલાહ.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat medical store2
લખનઉ- ઉત્તર પ્રદેશના લખનઉ શહેરમાં તાવનો કહેર વધી રહ્યો છે. મેડિકલ સ્ટોર્સ પર દવાઓના વેચાણમાં થયેલો વધારો આ વાતનો પુરાવો છે. પેરાસિટામોલના વેચાણમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. આ સિવાય તાવ માટે આપવામાં આવતી બીજી દવાઓના વેચાણમાં પણ વધારો જોવા મળ્યો છે. ડોક્ટરની સલાહ સિવાય ડાઈરેક્ટ મેડિકલ સ્ટોરથી દવા ખરીદનારા લોકોની સંખ્યામાં પણ બમણો વધારો જોવા મળ્યોછે.
દુકાનો પર પેરાસિટામોલનું વેચાણ એક અઠવાડિયામાં બમણું વધી ગયું છે. લખનઉ કેમિસ્ટ અસોસિએશનના પ્રવક્તા વિકાસ રસ્તોગીએ જણાવ્યું કે, મેડિકલ સ્ટોર્સ પર પેરાસિટામોલના વેચાણનો સર્વે કરવામાં આવે છે. આ સર્વેમાં જાણવા મળ્યું કે, પેરાસિટામોલના વેચાણનો ગ્રાફ કોરોનાની બીજી લહેરમાં થયેલા વેચાણ સમાન થઈ ગયો છે. અત્યારે સૌથી વધારે ડોલો ગોળી વેચાઈ રહી છે. વિકાસ રસ્તોગી જણાવે છે કે, મોટાભાગના લોકો વાયરલ ફીવર થાય ત્યારે એક-બે દિવસ સુધી ડોક્ટર પાસે નથી જતા અને જાતે જ દુકાનેથી દવા ખરીદે છે. આ કારણે અત્યારે દવાઓનું વેચાણ વધી ગયું છે.

ભારતમાં કોરોનાના નવા કેસ ઘટીને 30 હજારની અંદર આવ્યા, કેરળમાં 20 હજાર સંક્રમણ નોંધાયા
વર્તમાન સમયમાં લોકોને પાંચથી સાત દિવસ સુધી તાવ રહે છે. તબીબો 60 ટકાથી વધારે દર્દીઓને એન્ટીબાયોટિક લખી આપે છે. આ કારણે એઝિથ્રોમાઈસીન સહિત અનેક એન્ટીબાયોટિક દવાઓનું વેચાણ બમણું થઈ ગયું છે. કેજીએમયૂના ડોક્ટર ઉસ્માન જણાવે છે કે, ડોક્ટરની સલાહ વિના એન્ટીબાયોટિક ના લેવી જોઈએ. તાવ અનેક પ્રકારના હોય છે. માત્ર બેક્ટેરિયલ ઈન્ફેક્શનમાં જ એન્ટિબાયોટિક કારગર સાબિત થાય છે, જ્યારે વાયરલ ઈન્ફેક્શનમાં તેની કોઈ અસર નથી થતી. આવા કેસમાં ડોક્ટર પણ પહેલા પેરાસિટામોલ લખે છે, પછી લક્ષણો અને તપાસના આધારે એન્ટિબાયોટિક આપવી કે નહીં તે નક્કી કરે છે. દર્દી જો એન્ટીબાયોટિક દવા લેશે તો ફાયદાના બદલે નુકસાન થઈ શકે છે.

લોકડાઉનમાં ગુમાવી પાઈલટની નોકરી, આજે ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં ડેન્ગ્યુ અને વાયરલ તાવનો પ્રકોપ સતત વધી રહ્યો છે. હજારો લોકો આ તાવથી પીડિત છે. સૌથી વધારે પ્રભાવિત ફિરોઝાબાદમાં પાછલા બે દિવસમાં 15 દર્દીઓનાં મોત થયા છે. રવિવારના રોજ મેરઠમાં 13, લખનઉમાં 5 અને લખીમપુર ખીરીમાં ડેન્ગ્યુના 4 નવા કેસ સામે આવ્યા છે. ફિરોઝાબાદની મેડિકલ કોલેજમાં રવિવારના રોજ 118 નવા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા, જ્યારે 97ને રજા આપવામાં આવી. ડેન્ગ્યુ વોર્ડમાં 408 દર્દીને દાખલ કરવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં હજારો દર્દીઓ સારવાર ન મળી શકવાને કારણે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. અનેક ગામડાઓમાં સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો બંધ હોવાની ફરિયાદો મળી રહી છે. મેરઠમાં સ્વાસ્થ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જઈને સર્વે કરી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો