એપશહેર

માતા-પિતાએ ભારે હૈયે અંગદાનનો નિર્ણય લીધો, બે બાળકોને નવજીવન આપતી ગઈ સાત વર્ષની માનસી

દિલ્હીની AIIMS હોસ્પિટલમાં પાછલા 24 કલાકમાં બે બાળકોના અંગદાનના કેસ સામે આવ્યા છે. તાજેતરમાં જ એક સાત વર્ષની બાળકીના માતા-પિતાએ પોતાની બ્રેઈન ડેડ દીકરીના અંગો દાન કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને કારણે બે નાના બાળકોને નવજીવન મળ્યા છે. આટલુ જ નહીં તેના કોર્નિયા અને વાલ્વને પણ પ્રિઝર્વ કરવામાં આવ્યા છે.

Authored byAnuja Jaiswal | Edited byZakiya Vaniya | TNN 14 Nov 2022, 9:58 am
નવી દિલ્હી- પાછલા થોડા સમયથી લોકો અંગદાન બાબતે ઘણાં જાગૃત થયા છે. AIIMS (All India Institute of Medical Sciences)ની જ વાત કરીએ તો, પાછલા 24 કલાકમાં બે બાળકોના માતા-પિતાએ અંગદાનનો નિર્ણય લીધો હોવાની જાણકારી સામે આવી છે. સાત જ વર્ષની એક બાળકીના અંગદાનને કારણે બે અન્ય બાળકોને નવજીવન મળ્યું છે. બાળકીની બન્ને કિડની અને લિવરને સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં રહેતી સાત વર્ષની માનસી શર્મા ધાબા પરથી નીચે પડતાં તેના માથામાં દુ:ખાવો થયો હતો.
I am Gujarat mansi
ધાબા પરથી નીચે પટકાતા સાત વર્ષીય માનસીનું નિધન થયું.


AIIMSના ટ્રોમા સેન્ટરમાં ઓર્ગન ડોનેશન સર્વિસના ઈનચાર્જ પ્રોફેસર દીપક ગુપ્તા જણાવે છે કે, પાછલા એક મહિનામાં 10 એવા બાળકોના કેસ અહીં આવ્યા જે ઉંચાઈ પરથી પડવાને કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોય. આ 10માંથી 3 બાળકોનાં મૃત્યુ થયા છે, જેમાં બેના માતા-પિતાએ અંગદાનનો નિર્ણય લીધો છે. હરિયાણાની 18 મહિનાની માહિરા અને હવે ઉત્તરપ્રદેશની સાત વર્ષની માનસી શર્માના અંગોને કારણે અન્ય લોકોને નવજીવન મળ્યું છે.
દીપક ગુપ્તા જણાવે છે કે, અમે એક અભિયાન શરુ કરવાનો વિચાર કરી રહ્યા છે. આ અભિયાન હેઠળ લોકોને જાગૃત કરવામાં આવશે કે પોતાના ઘરના કે ફ્લેટના ધાબા પર અથવા બાલકનીમાં રેલિંગ મૂકવામાં આવે, જેથી આ પ્રકારની દુર્ઘટના ટાળી શકાય. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, માનસીની એક કિડનીને 10 વર્ષના એક છોકરાના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. તે બાળકના પરિવારમાં કોઈ એવો ડોનર નહોતો જેની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય. પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી પાછલા પાંચ વર્ષથી ડાયાલિસિસ પર છે.

લંગ કેન્સરના આક્રમક પ્રકાર SCLCના નાની વયે જ શિકાર બની રહ્યા છે ભારતીયો, સ્મોકિંગ જવાબદાર
માનસીની બીજી કિડની અને લિવરને 12 વર્ષના એક બાળકના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી. આ બાળક પ્રાઈમરી hyperoxaluria નામની દુર્લભ બીમારીનો શિકાર હતો. માનસીના કોર્નિયા અને વાલ્વને પણ પ્રિઝર્વ કરવામાં આવ્યા છે. Institute of Liver and Biliary Servicesના પ્રોફેસર વિનિયેન્દ્ર પામેચા જણાવે છે કે, પાછલા બે વર્ષથી તે બીમાર હતો. પાછલા એક વર્ષથી બાળકે અઠવાડિયામાં 3 દિવસ ડાયાલિસિસ કરવુ પડતુ હતું. બીમારીને કારણે તેનામાં અશક્તિ પણ આવી ગઈ હતી.



ડોક્ટરે આગળ જણાવ્યું કે, બીમારીને કારણે વિદ્યાર્થી શાળાએ પણ નહોતો જઈ શકતો. આ ટ્રાન્સપ્લાન્ટ પછી તેના જીવનની ગુણવત્તા સુધરશે તેમ લાગી રહ્યું છે. થોડા મહિના પછી તે જાતે હરીફરી પણ શકશે. માનસીના પિતા રમાકાંત શર્મા જણાવે છે કે, અમે અમારી દીકરી ગુમાવી પણ જો તેના અંગો અન્ય બાળકોના જીવન બચાવી શકીએ તો અમારી દીકરીને તે શ્રેષ્ઠ શ્રદ્ધાજલિ હશે. મારી દીકરી અન્ય બાળકોના શરીરમાં જીવંત છે. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 2 નવેમ્બરના રોજ ધાબા પરથી તે નીચે પટકાઈ હતી. અમને નથી ખબર કે ખરેખર શું થયુ હતું, પરંતુ તે ધાબાની રેલિંગ ચઢવા ગઈ હશે અને સંતુલન ગુમાવ્યું હશે. અમે તેને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેને લોહીની વોમિટ થવા લાગી તો ડોક્ટરોએ AIIMS લાવવાની સલાહ આપી હતી. ડોક્ટરોએ સર્જરી કરી પણ 11મી નવેમ્બરના રોજ તેને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો