એપશહેર

મહારાષ્ટ્ર સરકારના કર્મચારીઓને મોટી રાહત, અઠવાડિયામાં પાંચ જ દિવસ કરવું પડશે કામ

નવરંગ સેન | I am Gujarat 12 Feb 2020, 5:32 pm
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે પોતાના કર્મચારીઓને મોટી રાહત આપતી એક જાહેરાત કરી છે. જે અનુસાર, હવેથી રાજ્ય સરકારના કર્મચારીઓને અઠવાડિયામાં પાંચ જ દિવસ કામ કરવાનું રહેશે, અને શનિ-રવિ રજા રહેશે. આ નિર્ણયનો અમલ 29 ફેબ્રુઆરીથી શરુ થઈ જશે. આજે સીએમ ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં સરકારી, અર્ધ-સરકારી તેમજ કોર્પોરેશન, નગરપાલિકા તેમજ અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના કુલ થઈને 20 લાખ જેટલા કર્મચારીઓને આ નિર્ણયનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓને અઠવાડિયામાં પાંચ જ દિવસ કામ કરવાનું હોય છે, જ્યારે શનિ-રવિ કેન્દ્ર સરકારની ઓફિસો બંધ હોય છે. ગુજરાત જેવા રાજ્યમાં બીજા અને ચોથા શનિવારે કર્મચારીઓને રજા હોય છે. મહારાષ્ટ્રએ કરેલી પહેલ બાદ હવે અન્ય રાજ્ય સરકારોના કર્મચારીઓમાં પણ શનિ-રવિ રજા આપવાનો ગણગણાટ શરુ થાય તો નવાઈ નહીં.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો